ટ્રમ્પના આ આદેશને કારણે USAમાં રહેતા હજારો ભારતીયોને અસર થશે! મામલો કોર્ટમાં પહોંચ્યો

વોશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પ્રચાર દરમિયાન રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે યુએસની ઈમિગ્રેશન અને સિટીઝનશીપ અંગેની પોલિસીમાં ધરખમ ફેરફારોના વચનો આપ્યા હતાં. ચૂંટણી જીત બાદ ટ્રમ્પે સોમવારે યુએસના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ (US president Donald Trump) લીધા. પહેલા દિવસે જ તેમણે ઘણા આકરા નિર્ણયો લીધા. ટ્રમ્પના એક આદેશથી અમેરિકામાં જન્મેલા લોકોને આપમેળે નાગરિકતા આપવાની પોલિસી રદ (US immigration policy) કરવામાં આવી છે. આ આદેશને કારણે અમેરિકામાં વસતા હજારો ભારતીયો અસર થઇ શકે છે. જો કે આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
તો આદેશ અમલમાં નહીં આવે:
આ નિર્ણય 20 ફેબ્રુઆરીથી અમેરિકામાં જન્મેલા બાળકો પર લાગુ થશે. જોકે, આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને જો કોર્ટ દ્વારા એક મહિનાની અંદર તેના પર સ્ટે મૂકવામાં આવે તો આદેશ અમલમાં નહીં આવે
Also read: VIDEO : ટ્રમ્પે H1B વિઝાને લઈ શું કહ્યું? ભારતીયો પર શું થશે અસર
કોને દાવો દાખલ કર્યો?
ન્યુ જર્સીના ડેમોક્રેટિક એટર્ની જનરલ મેટ પ્લેટકિને મંગળવારે એક વિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પના આદેશ પર રોક માટે દાવો દાખલ કરવા માટે 18 રાજ્યો, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ અને સાન ફ્રાન્સિસ્કો શહેરના એક જૂથનું નેતૃત્વ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ પાસે ઘણી સત્તા છે, પરંતુ તે રાજા નથી. પ્લેટકિન અને ઇમિગ્રન્ટ અધિકારોના સમર્થકોએ બંધારણના 14મા સુધારાનો ઉલ્લેખ કરીને આ દાવો દાખલ કર્યો છે, તેમનું માનવું છે કે યુ.એસ.માં જન્મેલા અને તેના અધિકારક્ષેત્રમાં રહેતા લોકો દેશના નાગરિક છે.
હજારો ભારતીય પરિવારો ચિંતામાં:
રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ મુજબ કે જો નવજાત શિશુના માતાપિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક કે ગ્રીન કાર્ડ ધારક ન હોય, તો તે બાળકને અમેરિકન નાગરિક ગણવામાં આવશે નહીં. આ આદેશની અસર હજારો ભારતીયો પર અસર પડી શકે છે, જેઓ ટેમ્પરરી વર્ક વિઝા (H-1B અને L1), ડીપેન્ડંટ વિઝા (H4), સ્ટડી વિઝા (F1), સ્ટડી વિઝિટર વિઝા (J1) અથવા શોર્ટ ટર્મ બીઝનેસ અથવા ટુરિસ્ટ (B1 અથવા B2) ધારકોને થઇ શકે છે.