ટ્રમ્પ-મસ્ક વચ્ચે સંબંધોમાં તિરાડ, ટ્રમ્પે કહ્યું 'મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે!'

ટ્રમ્પ-મસ્ક વચ્ચે સંબંધોમાં તિરાડ, ટ્રમ્પે કહ્યું ‘મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે!’

વોશિંગ્ટન: એક સમયના પરસ્પર પ્રશંસક એવા અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. હવે આ બંને દિગ્ગજો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર તાજેતરના ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે મસ્ક વિશે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, “તેનું મગજ ખરાબ થઈ ગયું છે અને તેની સાથે વાતચીત કરવાનું મન નથી.”

તેનું મગજ ખરાબ થઈ ગયો છે
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે મસ્ક વિશે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, “તેનું મગજ ખરાબ થઈ ગયું છે અને તેની સાથે વાતચીત કરવાનું મન નથી.” ટ્રમ્પે દાવો કર્યો કે મસ્ક તેમની સાથે વાત કરવા માંગે છે, પરંતુ તેઓ વાતચીત માટે તૈયાર નથી. મીડિયા ચેનલને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને મસ્ક સાથે નિર્ધારિત એક બેઠક વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો, “તમારો મતલબ તે વ્યક્તિ જેનું મગજ ખરાબ થઈ ગયું છે?” તેમણે ઉમેર્યું કે તેઓ હાલમાં તેની સાથે વાતચીત કરવામાં ખાસ રસ ધરાવતા નથી.

વિવાદનું મૂળ શું છે?
ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના વિવાદનું મૂળ ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ છે. આ બિલને કારણે એલન મસ્ક પૂર્વ રાષ્ટ્રપતિથી નારાજ છે. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે, “હું મસ્કથી ખૂબ નિરાશ છું. મેં તેને ઘણી મદદ કરી છે.” તેમણે દાવો કર્યો કે મસ્ક EV ટેક્સ ઇન્સેન્ટિવ હટાવવાથી નારાજ છે. જોકે, મસ્ક પણ ખુલ્લેઆમ વળતો પ્રહાર કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે તેમને આ બિલ વિશે એકવાર પણ જાણ કરવામાં આવી ન હતી અને તે અડધી રાત્રે પસાર થયું છે.

આપણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો, મસ્કે કરી ડ્રેગન અવકાશયાન મિશનને બંધ કરવાની જાહેરાત

Back to top button