સ્ટીલ-એલ્યુમિનિયમ પર ટેરિફઃ ઓસ્ટ્રેલિયાને રાહત આપી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ…
![trump may give relief to australia on steel aluminum tariffs](/wp-content/uploads/2025/02/Anthony-Albanese-and-trump.webp)
મેલબોર્ન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ છૂટ આપવા પર વિચાર કરવા સંમત થયા છે. સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફની જાહેરાત કરતા પહેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે સોમવારે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી અને છૂટની માંગ કરી હતી.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
ટ્રમ્પે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સાથે અમેરિકાનો વેપાર સરપ્લસ એક કારણોમાંનો એક છે જેના કારણે તેઓ ટેરિફ છૂટ પર વિચાર કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ઓસ્ટ્રેલિયા સાથે વ્યાપાર અંગે ઓવલ ઓફિસમાં પત્રકારોને કહ્યું હતું કે તે (ઓસ્ટ્રેલિયા)એવા થોડા દેશોમાંના એક છે જેમની સાથે આપણો બિઝનેસ સરપ્લસ છે. મેં અલ્બેનીઝને કહ્યું હતું કે આ એક એવી બાબત છે જેના પર આપણે ગંભીરતાથી વિચાર કરીશું.
ટ્રમ્પે સ્ટીલ પર 2018ના ટેરિફમાંથી અપવાદો અને છૂટ દૂર કર્યા પછી આ ટિપ્પણી કરી હતી, જેનો અર્થ એ થયો કે તમામ સ્ટીલ આયાત પર ઓછામાં ઓછા 25 ટકા કર લાદવામાં આવશે. 2018ના 10 ટકા એલ્યુમિનિયમ ડ્યુટી પણ વધારીને 25 ટકા કરવામાં આવી છે.
અગાઉ, અલ્બેનીઝે કેનબેરામાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે છૂટ માટે ઓસ્ટ્રેલિયા તરફથી પક્ષ રાખ્યો હતો અને બંને નેતાઓ જાહેરમાં નિર્ણય જાહેર કરવા સંમત થયા છે, જેનો અર્થ એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ એ વાત પર સહમત થયા હતા કે આપણા બંન્ને દેશોના હિતમાં છૂટ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયાને પણ આવી છૂટ મળી હતી.
અલ્બેનીઝે મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડન સરકાર સાથે અમેરિકા અને બ્રિટન સાથે થયેલા ‘ઓકસ’ કરાર વિશે પણ વાત કરી, જે હેઠળ ઓસ્ટ્રેલિયા અમેરિકન પરમાણુ ટેકનોલોજીથી ચાલતી સબમરીનનો કાફલો હસ્તગત કરશે.
Also read : H1-B માટે પ્રારંભિક નોંધણી સાતમી માર્ચથી શરૂ થશે
“અમારા સ્ટીલ અને એલ્યુમિનિયમ બંને યુએસ-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ કાચો માલ છે,” ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું. ‘ઓકસ’… ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા વચ્ચેનો ત્રિપક્ષીય સુરક્ષા કરાર છે.