શપથ લેતા પહેલા ટ્રમ્પને આંચકો; અમેરિકન જજે સજા રદ કરવાની અરજી ફગાવી, શું છે મામલો?
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ લેતા પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે અમેરિકી ન્યાયાધીશે હશ મની કેસમાં તેમની સજા રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.
આ પણ વાંચો : Bangladesh ની સ્થિતિ પર અમેરિકાની નજર, વ્હાઇટ હાઉસે આપ્યું આ નિવેદન
કોર્ટના આદેશ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પને સેક્સ સ્કેન્ડલ છુપાવવા માટે રેકોર્ડમાં હેરાફેરી કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. ન્યાયાધીશે ભાવિ રાષ્ટ્રપતિની દલીલને ફગાવી દીધી હતી કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક નિર્ણય રદ કર્યો હતો.
સજા રદ કરવાની અરજીમાં ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે તેમના રાષ્ટ્રપતિકાળ દરમિયાન કેસ પેન્ડિંગ રાખવાથી ટ્રમ્પની કામ કરવાની ક્ષમતામાં અવરોધ આવશે. ઉલ્લેખનીય છે કે સિક્રેટ મની કેસમાં ટ્રમ્પને 26 નવેમ્બરે સજા સંભળાવવાની હતી. જોકે, 5 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ જસ્ટિસ જુઆન માર્ચેને તેને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ પર 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એડલ્ટ ફિલ્મ અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના તેમના કથિત અફેરને છુપાવવા માટે 130,000 ડોલર્સ ચૂકવવાનો આરોપ છે. આ વર્ષે મે મહિનામાં, મેનહટન જ્યુરીએ ટ્રમ્પને ચૂકવણી છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ બદલ દોષિત ઠેરવ્યા હતા.
આ પણ વાંચો : ટ્રમ્પ સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસથી લેશે આકરા નિર્ણય, ઇમિગ્રેશન પર લઇ શકે છે મોટો ફેંસલો
અમેરિકી ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય અથવા આરોપ મૂકવામાં આવ્યા હોય. તે જ સમયે, ટ્રમ્પે આ મામલામાં પોતાને નિર્દોષ ગણાવ્યા છે અને આ કેસને તેમના 2024ના ચૂંટણી પ્રચારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે.