હજુ તો ટ્રમ્પનો ટેરર બાકી છેઃ ફાર્માસ્યુટિકલ્સ પર આટલા ટકા ટેક્સ?

વોશિંગ્ટનઃ ભારત સહિતની આખી દુનિયા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી પરેશાન છે અને મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશો ટેરિફનો સામનો કરી રહ્યા છે પોતપોતાની રીતે લડત આપી રહ્યા છે.
ટ્રમ્પે હવે દવાઓના ઉત્પાદન પર નાનો-મોટો નહીં, પણ 200 ટકા ટેરિફ નાખવાનો નિર્ણય લીધો છે. આનો ઉદેશ્ય દવા નિર્માણને અમેરિકા પરત લઈ આવવાનું છે. જોકે આ નિર્ણયનો અમલ એકાદ વર્ષ બાદ થાય તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રમ્પે કંપનીઓને તૈયારી કરવાનો સમય આપ્યો છે.
જો ટ્રમ્પનો આ નિર્ણય અમલમાં આવે તો ભારતને મોટી અસર થાય તેમ છે. ભારતની જેનરિક દવાઓ મોટા પ્રમાણમાં અમેરિકા એક્સપોર્ટ થાય છે. ભારતના ફાર્મા સેક્ટરને મોટો ફટકો પડી શકે તેમ છે. જ્યારે અમુક અહેવાલોના જણાવ્યા અનુસાર અમરિકાનું ફોક્સ ચીનથી આવતી દવાઓ અને કાચા માલ પર છે.
અમેરિકાનું લક્ષ્ય છે કે ભારત સહિતના દેશોથી આવતા દવાઓનું એક્સપોર્ટ ઓછું થાય અને અમેરિકામાં કોઈ ટેરિફ ન હોય તો કંપનીઓ પોતાનું પ્રોડક્શન અમેરિકામાં કરે. અમુક કંપનીઓએ અમેરિકામાં પ્રોડક્શન વધારવાની જાહેરાત પણ કરી દીધી છે.
જોકે આવા તોતિંગ ટેરિફનું પરિણામ વરવું પણ આવી શકે છે. દવાઓ મોંઘી થશે અને પ્રોડક્શન ઓછું થશે. નિષ્ણાતોનું કહેવાનું છે કે જો 25 ટકાનો ટેરિફ હશે તો અમેરિકા વધારે ફાયદામાં રહેશે. જો વધારે ટેરિફ હશે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી)ને પણ ફટકો પડશે.
આપણ વાંચો: ટ્રમ્પ પરિવારે પાકિસ્તાન સાથે કરેલા બિઝનેસ ડીલને કારણે ટ્રમ્પે ભારતને બાજુ પર મૂકી દીધું