અમેરિકા આ તારીખથી ભારત પર રેસીપ્રોકલ ટેરિફ લાદશે, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત…

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (અમેરિકન સમય મુજબ) કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત (US President Donald Trump) કર્યું. અપેક્ષા મુજબ આ સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાતો કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોથી યુએસમાં આયાત થતા ઉત્પાદનો પર રેસીપ્રોકલ ટેરીફ (Reciprocal Tariff) લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જાહેરાત કરી કે 2જી એપ્રિલથી આ દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આયાતી માલ “ખરાબ અને ઘૃણાસ્પદ” છે કારણ કે તે કોઈપણ ટેસ્ટીંગ વગર અમેરિકા આવે છે.
Also read : યુક્રેન મોટી મુસીબતમાં ફસાયું! ટ્રમ્પે યુક્રેનને અપાતી લશ્કરી સહાય બંધ કરી
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 1લી એપ્રિલથી રેસીપ્રોકલ ટેરિફ લાગુ કરવા માંગતા હતા પરંતુ ‘એપ્રિલ ફૂલ’ના કારણે તેઓ 2 એપ્રિલથી તેને લાગુ કરશે. ટ્રમ્પે કહ્યું, “હું 1લી એપ્રિલથી જ રેસીપ્રોકલ ટેરિફ લાગુ કરવા ઈચ્છતો હતો, પરંતુ હું એપ્રિલ ફૂલ ડેને કારણે 2જી એપ્રિલથી લાગુ કરવામાં આવશે, આ એક માટે દિવસ આપણને તેની કિંમત ચૂકવવી પડશે.”
‘તેઓ ગમે તેટલો ટેરિફ લાદે…’
ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ અમેરિકાને ફરીથી સમૃદ્ધ અને મહાન બનાવવા માટે છે. ટ્રમ્પે કહ્યું “તેઓ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, આપણે પણ તેમના પર એટલો જ ટેરિફ લાદીશું. અન્ય દેશોએ દાયકાઓથી આપણી સામે ટેરિફનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે આપણો વારો છે કે આપણે તે અન્ય દેશો સામે ટેરિફ લાદવાનું શરૂ કરીએ.”
ભારત વિષે શું કહ્યું?
ટ્રમ્પે કહ્યું, “ યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને કેટલાક અન્ય દેશો આપણા કરતા ઘણા વધારે ટેરિફ લાદે છે. તે ખૂબ જ અન્યાયી છે. ભારત આપણી પાસેથી 100 ટકા ટેરિફ વસૂલ કરે છે. ભારતમાં ઓટો ટેરિફ 100 ટકાથી વધુ છે. આ સિસ્ટમ અમેરિકા માટે ન્યાયી નથી. આપણે અગાઉ આવું ક્યારેય કર્યું નથી, પરંતુ અમેરિકાન ફર્સ્ટનો સમય આવી ગયો છે.”
તેમણે વધુમાં કહ્યું કે આ પગલું અમેરિકન ખેડૂતો, ઉત્પાદકો અને કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે લેવામાં આવી રહ્યું છે, લાંબા સમયથી અસંતુલિત વેપાર નીતિઓથી તેમને ખુબ અસર થઇ છે.
‘બહારના ઉત્પાદનો ખૂબ જ ખરાબ હોય છે’
ડોનાલ્ડ ટ્રમ્પે બહારથી અમેરિકામાં આયાત થતા ઉત્પાદનોને “ખૂબ જ ખરાબ અને ઘૃણાસ્પદ” ગણાવ્યા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ ઉત્પાદનો યોગ્ય ટેસ્ટીંગ વિના અમેરિકામાં મોકલવામાં આવે છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થાય છે. તેમણે કહ્યું, “બીજા દેશો અને કંપનીઓમાંથી જે માલ આવે છે તે ખરેખર ખરાબ હોય છે. તેનું ટેસ્ટીંગ કરવામાં આવતું નથી, તે ગંદા અને ઘૃણાસ્પદ હોય છે અને જ્યારે તે અહીં આવે છે ત્યારે તે આપણા અમેરિકન ખેડૂતોને નુકસાન પહોંચાડે છે.”
Also read : Trump Vs Zelenskky: ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના વિવાદ અંગે અમેરિકન્સે શું કહ્યું?
ભારતને થશે નુકશાન?
ટ્રમ્પના આ પગલાને કારણે ભારત અને ચીન સાથે અમેરિકાના વેપાર સંબંધો પર પ્રતિકુળ અસર પડી શકે છે. ટ્રમ્પ માને છે કે ભારત પહેલાથી જ કેટલાક અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ વસુલી રહ્યું છે. ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રમ્પની જાહેરાત બાદ, ભારત અને ચીન શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રહ્યું.