Firing on Trump: ટ્રમ્પને ગોળી નહીં પણ કાચના ટુકડા વાગ્યા! હુમલો બનાવટી હોવાન દાવા
પેન્સિલવેનિયા રાજ્યમાં એક રેલી દરમિયાન યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર(Firing on Trump)ના બનાવને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે, વિવિધ દેશના નેતાઓ આ હુમલાને વખોડી રહ્યા છે. અહેવાલ મુજબ હુમલો થયો ત્યારે, નવ શોટ સંભળાયા હતા. સિક્રેટ સર્વિસ દ્વારા એક શંકાસ્પદને ઠાર કરવામાં આવ્યો હોવાના પણ અહેવાલ છે. આ ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ટ્રમ્પે કહ્યું કે અમને એવું લાગ્યું કે જાણે કોઈ ગોળી મારી ત્વચા ફાડીને નીકળી ગઈ. ત્યારે કટલાક અહેવાલો મુજબ તેમને ગોળી નહીં પણ કાચના ટુકડાઓ વાગ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની એક મીડિયા સંસ્થાના અહેવાલ અનુસાર, ટ્રમ્પને ગોળીથી નહીં પરંતુ કાચના ટુકડા વાગ્યા હતા.
અન્ય એક મીડિયા સંસ્થાના અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું કે ટ્રમ્પને કાચના ટુકડાઓ વાગ્યા હતા, ગોળીના કારણે તૂટી ગયેલા ટેલિપ્રોમ્પ્ટરથી આ ટુકડાઓ ઉડ્યા હતા. હજુ સુધી, વિગતો હજુ અસ્પષ્ટ છે, સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બીજી તરફ કેટલાક લોકોએ આ ઘટના બનાવટી અને યોજનાબદ્ધ ગણાવી છે. ટ્રંપ પેન્સિલવેનિયામાં પોડિયમ પરથી સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર આવાજ સંભળાયા હતા. ટ્રમ્પ ઉભા થયા, ભીડ તરફ તેની મુઠ્ઠી ઉંચી કરી, તેના કાનમાંથી દેખીતી રીતે લોહી ટપકતું હતું. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં આરોપ લગાવવામાં આયો છે કે આ હુમલો ટ્રમ્પ દ્વારા જ ગોઠવવામાં આવ્યો હતો.
એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર થયેલો નિષ્ફળ ગોળીબારનો હુમલો સ્પષ્ટપણે સહાનુભૂતિ મેળવવા પ્લાન કરવામાં આવ્યો હતો. તેઓ સુરક્ષા અધિકારીઓને કહી રહ્યા છે કે ‘શાંતિ રાખો કંઈ નથી થયું’ અને પછી મુઠ્ઠી ઉંચી કરે છે. આ મજાક છે!”
Also Read –