ઇન્ટરનેશનલ

‘…નહીં તો નરક જેવા હાલ થશે’ ટ્રમ્પનું હમાસને અલ્ટીમેટમ

વોશિંગ્ટન ડીસી: ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ વિરામ કરાર બાદ ગાઝામાં શાંતિ સ્થપાઈ તેવી આશા બંધાઈ હતી, બંને પક્ષોએ બંધકોને છોડવામાં (Israel-Hamas ceasefire) આવ્યા હતાં. એવામાં અહેવાલો છે કે ઇઝરાયલ ગાઝા અને વેસ્ટ બેંકમાં સતત હુમલા કરીને યુદ્ધ વિરામના કરારનો ભંગ કરી રહ્યું છે, જેના જેના કારણે હમાસે ઇઝરાયલી બંધકોને છોડવાની મનાઈ કરી છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને અલ્ટીમેટમ (Donald Trump’s Ultimatum to Hamas) આપ્યું છે.

યુદ્ધવિરામ રદ થશે?
ટ્રમ્પે તમામ ઇઝરાયલી બંધકોને છોડવા હમાસને શનિવાર બપોર સુધીનો સમય આપ્યો છે. ટ્રમ્પે હમાસને કડક ચેતવણી આપતા કહ્યું કે, શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ગાઝામાંથી તમામ બંધકોને મુક્ત કરી દેવામાં આવે, નહીં તો તેમને પરિણામ ભોગવવા પડશે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ જશે. તેઓ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ રદ પણ કરી શકે છે.

‘નર્ક જેવા હાલ થશે’
ટ્રમ્પે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે યુદ્ધવિરામ અંગે અંતિમ નિર્ણય ઇઝરાયલનો જ રહેશે. પરંતુ મારું કહેવું છે, જો શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં બધા બંધકોને મુક્ત કરવામાં નહીં આવે, તો યુદ્ધવિરામ કરાર રદ કરવામાં આવશે. નર્કના જેવા હાલ થશે. ટ્રમ્પે કહ્યું કે બાકીના બધા બંધકોને મુક્ત કરવા જોઈએ, અમને બધા બંધકો પાછા જોઈએ છે.

Also read: મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની પહેલી બેચ રવાના…

તાજેતરમાં ઇઝરાયલના ત્રણ બંધકો પરત ફર્યા બાદ અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયોએ તમામ ઇઝરાયલી બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની હાકલ કરી હતી. રુબિયોએ X પર પોસ્ટ કર્યું, “490 દિવસની કેદ પછી, એલી, ઓર અને ઓહદ આખરે ઇઝરાયલમાં ઘરે પહોંચ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું છે કે – હમાસે હવે બધા બંધકોને મુક્ત કરવા જોઈએ!”

યુદ્ધવિરામના આગામી તબક્કા પર ચર્ચા:
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પ્રવક્તાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગાઝા યુદ્ધવિરામના આગામી તબક્કાની ચર્ચા કરવા માટે ઇઝરાયલનું મંત્રીમંડળ મંગળવારે મળશે. નિવેદન અનુસાર, ઇઝરાયલી પ્રતિનિધિમંડળ યુદ્ધવિરામના બીજા તબક્કા અંગે પરોક્ષ વાટાઘાટો માટે દોહા ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button