ઇન્ટરનેશનલ

ટ્રમ્પે બાઈડેનને આપ્યો ઝટકો, પુત્ર અને પુત્રીની સિક્રેટ સર્વિસ હટાવી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (us presidnet donald trump) તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનને (joe biden) મોટો ઝટકો આપ્યો હતો. તેમણે બાઇડેનના પુત્ર હંટર અને પુત્રી એશ્લીની સિક્રેટ સર્વિસ સુરક્ષાને (secret service) તાત્કાલિક અસરથી હટાવી દીધી હતી. આ સુવિધા બાઈડેન તરફથી જાન્યુઆરીમાં વ્હાઈટ હાઉસ છોડતા પહેલા આપવામાં આવી હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, આ સપ્તાહે દક્ષિણ આફ્રિકામાં રજા ગાળવા દરમિયાન હંટન બાઈડેનની સુરક્ષા માટે 18 અને એશ્લી બાઈડેનની સુરક્ષા માટે 13 એજન્ટની નિમણુક કરવામાં આવી હતી.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ પૂર્વ રાષ્ટ્રપ્રમુખના પુત્રની સુરક્ષા રદ્દ કરશે? જેના જવાબમાં તેમણે કહ્યું, આ અંગે મેં સાંભળ્યું હોય તેવી પ્રથમ ઘટના છે. જો હંટર બાઇડેનની સુરક્ષમાં 18 એજન્ટ હોય તો હું આ અંગે વિચારણા કરીશ.

આ પણ વાંચો…IND vs NZ: ન્યુઝીલેન્ડના પીએમ લક્સને કર્યો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડની હારનો ઉલ્લેખ, કહી આ વાત

સિક્રેટ સર્વિસ પ્રવક્તાએ શું કહ્યું
સિક્રેટ સર્વિસ પ્રવક્તાએ કહ્યું, સુરક્ષાાકર્મીઓને ટ્રમ્પના ફેંસલાની જાણકારી આપવામાં આવી છે. અમને હંટર અને એશ્લી બાઇડેનની સુરક્ષા હટાવવા માટે જણાવવામાં આવ્યું છે. સિક્રેટ સર્વિસ તેનું પાલન કરશે અને તેને ઝડપથી લાગુ કરવા માટે વ્હાઇટ હાઉસ અને સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરી રહી છે.

અમેરિકાના કાયદા અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને તેના પરિવારજનોને આજીવન સીક્રેટ સર્વિસ સુરક્ષા મળે છે. ટ્રમ્પ અને બાઈડેને વ્હાઈટ હાઉસ છોડતા પહેલા તેમના સંતાનોને સુરક્ષા આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button