ટ્રમ્પે મેક્સિકોને આપી રાહત; ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યો, કેનેડા સાથે શું થશે?
વોશીંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીનની આયાતો પર ટેરીફ લગાવવાની જાહેરાત (US Tariff on Mexico, Canada, China) કરી હતી, જે બાદ વૈશ્વિક વેપારમાં ચિંતા વધી હતી. આ ટેરીફ મંગળવારથી લાગુ થવાના હતાં, એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને રાહત આપી છે. સોમવારે વાતચીત બાદ મેક્સિકો પર ટેરિફ લાદવાનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખવામાં આવ્યો છે. જો કે કેનેડા સાથે ચાલી રહેલી વાટાઘાટોમાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ટ્રેડ વોરનું જોખમ હજુ તોળાઈ રહ્યું છે.
Also read : ટ્રમ્પે Trade War શરુ કરી! કેનેડા, મેક્સિકો અને ચીન પર આટલા ટકા Tariff ઝીંક્યો
બંને દેશના રાષ્ટ્રપતિઓ વચ્ચે વાતચીત:
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે સાથે ટેરિફ વચ્ચે વાટાઘાટો થઇ હતી, ત્યાર બાદ ટેરીફ રોકવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ પહેલા બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે યુએસ-મેક્સિકો સરહદ પર 10 હજાર સૈનિકો તૈનાત કરવા અંગે પણ કરાર થયો હતો.
ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ નેટવર્ક પર જણાવ્યું હતું કે “વાતચીત ખૂબ જ મૈત્રીપૂર્ણ રહી, એક મહિનાના સમયગાળા માટે ટેરિફને સ્થગિત કરવા સંમતિ સધાઈ છે.”
શેનબૌમે શું કહ્યું?
ટેરિફ પર રોક લગાવવાની જાહેરાત બાદ, મેક્સિકન રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું, “મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અમારા સંબંધો અને સાર્વભૌમત્વ અંગે ખૂબ આદર સાથે સારી વાતચીત કરી.
તેમણે કહ્યું કે ટ્રમ્પ મેક્સિકોમાં અમેરિકન શસ્ત્રોની દાણચોરી રોકવા માટે વધુ પ્રયાસો કરવા સંમત થયા છે.
Also read : Donald Trump એ બ્રિક્સ દેશોને આપી મોટી ચેતવણી, કહ્યું તો 100 ટકા ડ્યુટી લાદશે
કેનેડા સાથે વાતચીત:
ટ્રમ્પે કહ્યું કે તેમણે સોમવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે પણ વાત કરી હતી અને તેમને ફરીથી વાત કરવી પડી. જોકે, વ્હાઇટ હાઉસે કહ્યું કે ઓટાવા સાથેની વાતચીત સારી રીતે ચાલી રહી નથી.