ટ્રમ્પનો દાવો, ભારત ટેરિફમાં ઘટાડો કરવા થયું સહમત…

વોશિંગ્ટન ડીસીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US president Donald Trump) મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાથી એક્સપોર્ટ થનારા સામાન પર લાગતા ટેરિફમાં ભારત મોટો ઘટાડો કરવા તૈયાર થયું છે. બીજી તરફ તેમણે રશિયાને ઝટકો આપ્યો હતો. હવે અમેરિકા રશિયા (russia) પર પણ ટેક્સ લગાવશે.
Also read : તહવ્વુર રાણાને અમેરિકાની કોર્ટે આપ્યો ઝટકો, ભારતને પ્રત્યાર્પણ ન કરવાની અરજી ફગાવી
શું કહ્યું ટ્રમ્પે
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, કેનેડામાં લાકડા પર તોતિંગ ટેક્સ છે. રેસિપ્રોકલ ટેરિફને લઈ બધું બદલાઈ જશે. યુરોપિયન યુનિયનનું પણ ટેરિફ મામલે ખરાબ વલણ છે. જે બાદ તેમણે કહ્યું, ભારત અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવા સહમત થઈ ગયું છે. મને બ્રિટન સાથે ડીલ કરવી મુશ્કેલ લાગી રહી છે. તેમની પાસે કોઈ કાર્ડ નથી.
આ પહેલા ટ્રમ્પનું વધુ એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, યુક્રેન સાથે શાંતિ સમજૂતી સુધી રશિયા પર ટેરિફ નહીં લગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. રશિયા હજુ પણ યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યું છે. બને દેશો સમજૂતી કરવા ઈચ્છે છે, અમે તેને ઉકેલી લઈશું. બાઇડેને પાણીની જેમ પૈસા આપ્યા, કોઈ પણ સુરક્ષા ગેરંટી પહેલા અમે યુક્રેન યુદ્ધને ઉકેલવા માંગીએ છીએ. અમે ઈરાન સાથે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છીએ.
Also read : ટેરિફ વોરઃ અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધાર પટ, જાણો શું છે કારણ
અમેરિકા આ વસ્તુમાં ટેરિફ ઘટાડાની કરી શકે છે માંગ
ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત થઈ રહી છે. આ સમજૂતી અંતર્ગત ચામડા, કપડા અને આભૂષણ જેવા ક્ષેત્રોમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં છૂટથી અમેરિકામાં નિકાસ વધશે. એકસપર્ટ મુ઼જબ, તેના બદલામાં અમેરિકા પેટ્રો રસાયણ ઉત્પાદનો, ઈલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણો, બદામ અને ક્રેનબેરી જેવી કેટલીક વસ્તુઓ માટે ટેરિફમાં ઘટાડાની માંગ કરી શકે છે. સફરજન અને સોયા જેવી કૃષિ વસ્તુઓની સંવેદનશીલ પ્રકૃતિને જોતાં તેમાં ટેરિફ ઘટાડો મુશ્કેલ છે.