ટ્રમ્પના નિવેદનથી મચ્યો ખળભળાટ, કહ્યું ઇઝરાયલ…
![trump calls for tough stance on gaza](/wp-content/uploads/2025/02/trumps-gaza-policy.webp)
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ગાઝા (Gaza) પર કડક વલણ અપનાવવા કહ્યું હતું. આ પહેલાં તેમણે પેલેસ્ટાઇનના વિસ્તાર માટે અમેરિકાના કબ્જાનો પ્રસ્તાવ આપ્યો હતો. હાલ ગાઝામાં હમાસ (Hamas) અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ છે.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ મચ્યો
ટ્રમ્પે કહ્યું કે, હમાસે શનિવારે બપોર સુધી ગાઝામાં તમામ ઇઝરાયલી બંધકોને મુક્ત કરી દેવા જોઈએ નહીં તો નર્કાગાર જેવી સ્થિતિ જશે. આ ઉપરાંત તેમણે કહ્યું, મને ખબર નથી કે કાલે 12 વાગ્યે શું થવાનું છે. જો આ આ ફેંસલો મારે લેવાનો હોત તો કડક વલણ અપનાવ્યું હોત. પરંતુ ઇઝરાયલ શું કરવા જઈ રહ્યું છે તે હું તમને જણાવી શકું નહીં.
ટ્રમ્પના નિવેદનનો શું છે અર્થ
ટ્રમ્પના આ નિવેદનથી સાબિત થાય છે કે ઇઝરાયલ અને અમેરિકા કઈંક મોટું પ્લાનિંગ કરી રહ્યા છે. બંધકોની મુક્તિ બાદ કઈંક થવાની શક્યતા છે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી યુદ્ધ વિરામ લાગુ છે. કેટલાક ઇઝરાયલી બંધકોને હમાસે મુક્ત કર્યા છે અને કેટલાક પેલેસ્ટાઇની કેદીને પણ ઇઝરાયેલે મુક્ત કર્યા છે.
Also read : ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગેનો સવાલ ભારતીય પત્રકારે પૂછતાં ટ્રમ્પે આપ્યો આવો જવાબ
ટ્રમ્પે પેલેસ્ટાઇનની સ્થિતિ પર કોઈ ટિપ્પણી કર્યા વગર મુક્ત કરવામાં આવેલા ઇઝરાયલી બંધકોની સ્થિતિ અંગે તેમનો મત વ્યક્ત કર્યો હતો. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઓક્ટોબર 2023થી ગાઝા પર ઇઝરાયલના સૈન્ય હુમલામાં 48000થી વધારે લોકોના મૃત્યુ થયા છે. હ્યુમન રાઇટ્સે પણ ઇઝરાયલ દ્વારા રાખવામાં આવેલા બંધકોની સ્થિતિની ચિંતાનો ઉલ્લેખ કર્યો હતો.