ઇન્ટરનેશનલ

કેનેડાના નવા પીએમને અમેરિકા સાથે સંબંધો સુધારવામાં રસ નથી, ટ્રમ્પની સાથે ફોન પર વાત કરતા કહ્યું કે…

ઓટાવા: કેનેડામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત થઇ છે, આ જીત બાદ માર્ક કાર્ની બીજી વખત વડા પ્રધાન (Mark Carney) બન્યા છે. કાર્યકાળના પહેલા જ દિવસે તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે ફોન પર વાત કરી હતી. બંને દેશના બગડતા સંબંધો વચ્ચે આ આ વાતચીતને મહત્વની માનવામાં આવી રહી છે.

કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન કાર્નીને ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા. બંને નેતાઓએ અમેરિકા અને કેનેડા વચ્ચે સતત સહયોગ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.”

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ અને કેનેડાના સંબંધો બગડ્યા હતાં. ટ્રમ્પે કેનેડા પ્રત્યે દાખવેલી આક્રમકતા અને આપેલી ધમકીઓને કારણે કેનેડીયનોમાં રાષ્ટ્રવાદી વાતાવરણ ઉભું થયું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન લિબરલ પાર્ટીના કોર્નીએ ટ્રમ્પ સામે આક્રમક પ્રચાર કર્યો હતો. નિષ્ણાતોના મતે, આ મુદ્દાએ લિબરલ પાર્ટીને રાજકીય સમર્થન અપાવ્યું અને જીત તરફ દોરી ગઈ.

ચુંટણીમાં જીત બાદ પછી ઓટ્ટાવામાં આપેલા ભાષણમાં, કાર્નીએ સ્પષ્ટ સંદેશ આપ્યો: “જ્યારે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળીશ, ત્યારે આપણે બે સાર્વભૌમ રાષ્ટ્રો તરીકે ભવિષ્યના આર્થિક અને સુરક્ષા સંબંધો પર ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઉપરાંત આપણી પાસે સમૃદ્ધિના ઘણા રસ્તાઓ છે.”

આપણ વાંચો:  Ind-Pak Tension: UN મહાસચિવ ચિંતિત; એસ જયશંકર અને શેહબાઝ શરીફને ફોન કર્યા

કેનેડામાં 29 એપ્રિલે થયેલી મતગણતરીમાં, લિબરલ પાર્ટીને સૌથી વધુ 169 બેઠકો મળી. કટ્ટર હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીને ૧૪૪ બેઠકો મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button