ઇન્ટરનેશનલ

ટ્રમ્પે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને કહ્યા, પાગલ ડાબેરી, જાણી લો કારણ?

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવ્યા છે, ત્યારથી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો માટે કપરા ચઢાણનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. ક્રિસમસની પૂર્વસંધ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુડોને “પાગલ ડાબેરી” કહ્યા હતા. ટ્રમ્પ અગાઉ પણ કેનેડાને અમેરિકામાં મર્જ કરવાનું અને તેને 51મું રાજ્ય બનાવવાનું સૂચન પણ કરી ચૂક્યા છે. આ સૂચન તેમણે ફરી દોહરાવ્યું છે. તેમણે કેનેડ઼ા પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે

ટ્રમ્પે સોશિયલ મીડિયા પરના એક મેસેજમાં જણાવ્યું હતું કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનશે તો કેનેડાને જ ફાયદો થશે. આનાથી તેને ઘણી છૂટ મળશે. અમેરિકા 60 ટકા સુધી ટેક્સમાં છૂટ આપશે અને તેની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. આટલું ઓછું હોય તેમ તેમણે ટ્રુડોને કેનેડાના ગવર્નર બનાવવાની પણ ઓફર કરી હતી.

આ પણ વાંચો: PM Modiએ કેનેડાને આપ્યો કડક સંદેશ, G-20 સમિટમાં જસ્ટિન ટ્રુડોની અવગણના કરી

એમ માનવામાં આવે છે કે ટ્રમ્પની નજર કેનેડા અને પનામા કેનાલ પર છે. ડોનાલ્ડ ટ્રમ્પ કોઇ પણ રીતે પનામા કેનાલને અમેરિકાના નિયંત્રણમાં લાવવા માગે છે. ક્રિસમસ પર્વ વખતે પણ તેમણે સોશિયલ મીડિયા પર આક્રમક સ્ટાઈલમાં ઘણા મેસેજ લખ્યા હતા.

તેમણે કેનેડાના વડા પ્રધાન ટ્રુડો માટે પણ સંદેશ લખ્યો હતો અને તેમને પાગલ ડાબેરી કહ્યા હતા. ‘અમારી ન્યાયિક પ્રણાલીઓ અને ચૂંટણીઓને ખોરવવાની કોશિશ કરી રહેલા કટ્ટર ડાબેરીઓને ક્રિસમસની શુભકામનાઓ’, એમ ટ્રમ્પે લખ્યું હતું.

આ પણ વાંચો: કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની પીએમ મોદીએ કરી નિંદા, જસ્ટિન ટ્રુડોએ પણ કહી આ વાત

ટ્રમ્પની આવી ઓફર ટ્રુડોના ગળામાં ફાંસીની જેમ અટકી ગઇ છે. તેઓ ટ્રમ્પની ઓફર સ્વીકારી શકે તેમ પણ નથી અને નકારી શકે તેમ પણ નથી. જોકે, ટ્રુડો ટ્રમ્પની આવી ઓફરથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button