ઇન્ટરનેશનલ

Donald Trump એ કાગળની સ્ટ્રો પર મૂક્યો પ્રતિબંધ, કહ્યું પ્લાસ્ટિક સ્ટ્રો ટકાઉ…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25 ટકા ટેરીફ લાદવાની જાહેરાત બાદ હવે અન્ય મોટી જાહેરાત કરી છે. જેમાં દેશના હવે કાગળની સ્ટ્રો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેના સ્થાને પ્લાસ્ટિક સ્ટ્રોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે તેઓ ફેડરલ સ્તરે કાગળની સ્ટ્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે કારણ કે તે ટકાઉ નથી. તેમણે કહ્યું કે તેના બદલે પ્લાસ્ટિકની સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

ફેડરલ એજન્સીઓને કાગળની સ્ટ્રો ખરીદવાનું બંધ કરવાનું કહેવામાં આવ્યું

ટ્રમ્પે ફેડરલ ખરીદી નીતિઓને પલટી દેવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જેમા કાગળની સ્ટ્રો ખરીદવાને પ્રોત્સાહન આપતી નીતિ ઉલટાવી દીધી છે. આ આદેશમાં ફેડરલ એજન્સીઓને કાગળની સ્ટ્રો ખરીદવાનું બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.

ટ્રમ્પે એક આદેશથી જો બાઈડન વહીવટીતંત્રના આદેશને પલટી દીધો

આ આદેશ બાદ હવે સરકારી એજન્સીઓએ ખાતરી કરવી પડશે કે તેમની ઓફિસોમાં કાગળની સ્ટ્રો પૂરી પાડવામાં ન આવે. ટ્રમ્પ લાંબા સમયથી કાગળની સ્ટ્રો વિરુદ્ધ બોલી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ બ્રાન્ડના ફરીથી વાપરી શકાય તેવા પ્લાસ્ટિક સ્ટ્રો વેચાઇ હતી. ટ્રમ્પે એક આદેશથી જો બાઈડન વહીવટીતંત્ર દ્વારા વર્ષ 2027 સુધીમાં સરકારી સેવાઓ, કાર્યક્રમો અને પેકેજિંગમાંથી સ્ટ્રો જેવા સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર દૂર કરવાના અને વર્ષ 2035 સુધીમાં તેને તમામ સરકારી કામગીરીમાંથી દૂર કરવાના નિર્ણયને ઉલટાવી દીધો.

શહેરોમાં પ્લાસ્ટિકની સ્ટ્રો પર પ્રતિબંધ

ગયા સપ્તાહના અંતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન નીતિઓને “મૃત” ગણાવી હતી. જ્યારે અમેરિકાના ના ઘણા રાજ્યો અને શહેરોએ પ્લાસ્ટિકની સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો છે અને કેટલાક રેસ્ટોરાં હવે ગ્રાહકોને આપતા નથી.

Also read : H1-B માટે પ્રારંભિક નોંધણી સાતમી માર્ચથી શરૂ થશે

અમેરિકામાં દરરોજ 39 કરોડથી વધુ સ્ટ્રોનો ઉપયોગ

આ અંગે પર્યાવરણીય જૂથ ઓશનાના ક્રિસ્ટી લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પનો આદેશ ઉકેલને બદલે સંદેશ મોકલવાનો પ્રયાસ હતો. તેમણે કહ્યું, સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર ટ્રમ્પ ખોટી દિશામાં જઈ રહ્યા છે. જોકે, પ્લાસ્ટિક ઉદ્યોગે ટ્રમ્પના નિર્ણયની પ્રશંસા કરી છે. સ્ટ્રોઝ ટર્ટલ આઇલેન્ડ રિસ્ટોરેશન નેટવર્ક અનુસાર, અમેરિકામાં દરરોજ 39 કરોડથી વધુ સ્ટ્રોનો ઉપયોગ થાય છે. જેમાંથી મોટાભાગની 30 મિનિટથી ઓછા સમય માટે ઉપયોગમાં લેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button