અમેરિકી રાષ્ટ્રપતિએ આપી ખુલ્લી ધમકીઃ એપલનું મેન્યુફેક્ચરિંગ અમેરિકામાં નહીં તો 25 ટકા ટેરિફ…

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એપલના સીઈઓ ટિમ કૂકને કડક ચેતવણી આપતા કહ્યું કે અમેરિકામાં વેચાતા આઈફોન ભારત અથવા અન્ય કોઈ દેશમાં બનશે તો તેના પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પના આ ફતવાથી ભારતમાં એપલ મેન્યુફેક્ચરિંગની સંભાવના ઝાંખી થઈ રહી છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, મેં ઘણા સમય પહેલા એપલના ટિમ કૂકને કહ્યું હતું કે મને અપેક્ષા છે કે અમેરિકામાં વેચાતા તેમના આઇફોનનું ઉત્પાદન ભારતમાં કે બીજે ક્યાંય નહીં, પણ અમેરિકામાં થશે. જો આમ નહીં થાય તે એપલે 25 ટકા ટેરિફ અમેરિકાને આપવો પડશે.
અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં ટીમ પલ સાથે વાત કરી અને તેમને કહ્યું કે તમે ભારતમાં પ્લાન્ટ ન નાખતા આઈફોન અમેરિકામાં જ બનાવો. ત્યારબાદ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. જોકે એપલ તેના મોટાભાગના આઇફોન ચીનમાં બનાવે છે અને યુએસમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરતું નથી. એપલે માર્ચ સુધીના 12 મહિનામાં ભારતમાં $22 બિલિયનની કિંમતના આઇફોન એસેમ્બલ કર્યા છે. આ ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં 60 ટકા વધારે હોવાનું અહેવાલો કહે છે.
હવે કૂક ટ્રમ્પના આ ફતવાનો શું જવાબ આપે છે અને આગળ શું કહે છે તે જોવાનું રહ્યું.
આપણ વાંચો : આ દેશમાં Apple ને 1388 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, જાણો શું છે મામલો…