ટ્રમ્પનો ટેરિફ ટેરર હવે ફિલ્મો પરઃ અમેરિકા બહાર બનતી ફિલ્મો પર સો ટકા ટેરિફ…

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ ટેરર શરૂ કર્યો છે. આ વખતે તેમના નિશાના પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવી છે. અમેરિકન ફિલ્મજગતને ફરી બેઠું કરવાના બહાના હેઠળ ટ્રમ્પે અમેરિકા બહાર બનતી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ને યુએસની બહાર બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. ડોનાલ્ડે પોતાન સોશિયલ મીડિયા પોસ્ટમાં એ દેશોની ટીકા પણ કરી હતી જેઓ અમેરિકી સ્ટૂડિયો અને અમેરિકન નિર્માતાઓને તેમના દેશમાં શૂટિંગ કરવા આકર્ષક ઓફરો આપે છે. તેમણે આ પ્રકારની નીતિને અમેરિકા માટે આર્થિક ખતરો ગણાવ્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું કે અમેરિકામાં ફિલ્મઉદ્યોગ ખતમ થઈ રહ્યો છે, જેના માટે અન્ય દેશો દ્વારા કરવામાં આવતા પ્રયાસો જનાબદાર છે.
આ પ્રયાસ રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા માટે ખતરાસમાન છે. આ સાથે આ એક પ્રોપોગેંડા છે. આથી મારી સરકાર ઈચ્છે છે કે ફિલ્મો ફરી અમેરિકાની ધરતી પર જ બને. રવિવારે, ટ્રમ્પે સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં અલ્કાટ્રાઝ જેલ ફરીથી ખોલવાની યોજનાનું પણ અનાવરણ કર્યું હતું. અહીં દેશના કેટલાંક કુખ્યાત ગુનેગારોને રાખવામાં આવ્યા હતા. તેમણે ન્યાય વિભાગ, એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી સાથે સંકલનમાં, બ્યુરો ઓફ પ્રિઝન્સને સુવિધાજનક બનાવવા કહ્યું હતું.
આપણ વાંચો : કેનેડાના નવા પીએમને અમેરિકા સાથે સંબંધો સુધારવામાં રસ નથી, ટ્રમ્પની સાથે ફોન પર વાત કરતા કહ્યું કે…