ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના વડાને પાણીચું આપ્યું…

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડને માહિતી અપાઇ હતી. ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના ડિરેક્ટરને અચાનક બરતરફ કર્યા હતા. આમ છતાં, વાઇટ હાઉસ અને પેન્ટાગોને આ પગલાં અંગે કોઇ કારણ નહોતું આપ્યું.
અમેરિકાના લશ્કરના વરિષ્ઠ અધિકારીઓને હવાઇ દળના જનરલ ટિમ હૉગને પાણીચું અપાયું હોવાની જનરલ ટિમ હૉગ પેન્ટાગોનનું સાયબર કમાંડ સંભાળતા હતા. અમેરિકાના જાસૂસી વિભાગ અને સાયબર ઓપરેશન્સમાં ૩૩ વર્ષથી કામ કરતા ફૉર-સ્ટાર જનરલને બરતરફ કરવાના સંબંધમાં અગાઉથી કોઇ નોટિસ નહોતી અપાઇ.
હવાઇ દળના જનરલ ટિમ હૉગને પાણીચું આપવાનાં પગલાંનો કૉંગ્રેસના અનેક સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો. અગાઉ, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસમાંના રાષ્ટ્રીય સુરક્ષા માટેના અનેક અધિકારીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જમણેરી કાર્યકર લૌરા લુમરે બુધવારે ઓવલ ઑફિસ ખાતેની મિટિંગમાં ટ્રમ્પને ‘અમેરિકાને ફરી મહાન’ બનાવવા માટે વફાદાર ન હોય એવા સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા વિનંતિ કરી હતી.
પ્રમુખના કર્મચારીઓને લગતી ઑફિસે બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ના ઓછામાં ઓછા ત્રણ વરિષ્ઠ અધિકારી અને નીચલા દરજ્જાના અનેક અધિકારીને પાણીચું આપ્યું હતું.
(એજન્સી)
આપણ વાંચો : ટ્રમ્પના ટેરિફથી ભારતીય કંપનીઓને થશે ફાયદો, જાણો વિગતવાર