ઇન્ટરનેશનલ

ટ્રમ્પ અમેરિકનો માટે ઇન્કમ ટેક્સ નાબૂદ કરશે! ભારતને થઇ શકે છે નુકશાન; જાણો શું છે યોજના

વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નવા નવા આદેશ આપી રહ્યા છે અને યોજનાના પ્રસ્તાવ રજુ કરી રહ્યા છે. એવામાં અહેવાલ છે કે તેઓ અમરિકામાં ઇન્કમ ટેક્સ નાબૂદ કરવાની તૈયારી (Donald Trump to abolish Income tax) કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકન નાગરિકો માટે આવકવેરો નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેની સામે તેમણે કેટલાક દેશો પર ટેરીફ વધરવાનો યોજના રજુ કરી.

ભારત અને ચીનને થશે નુકશાન:
સોમવારે ફ્લોરિડા રિટ્રીટમાં હાઉસ રિપબ્લિકન્સ સામે નિવેદન આપતા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની એકોનીમીને નુકસાન પહોંચાડનારા દેશો સામે કાર્યવાહી કરવાનું વચન આપ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ ઇકોનોમિક સ્ટ્રેટજી અંગે કહ્યું કે,”અમે બહારના દેશો અને બહારના લોકો પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ, જે ખરેખર આપણા માટે નુકસાનકારક છે,” ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ચીન અને ભારત સહિતના દેશો પર ટેરિફ લાદશે. તેમના માતે આ દેશો અમેરિકન વર્કફોર્સને હટાવીને લાભ મેળવી રહ્યા છે.

‘અમેરિકા ફરી સમૃદ્ધ બનશે’
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકા ટૂંક સમયમાં ખૂબ જ સમૃદ્ધ બનવાનું છે. 1913 પહેલા અમેરિકામાં કોઈ આવકવેરો નહોતો, અને ભૂતકાળમાં ટેરિફ સિસ્ટમે આપણને સમૃદ્ધ બનાવ્યા હતા.’ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ટેરિફને કારણે અમેરિકા 1870-1913 વચ્ચે ખુબ જ સમૃદ્ધ દેશ હતો. ડોનાલ્ડ ટ્રમ્પે 1887ના ગ્રેટ ટેરિફ કમિશનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તે સમયે અમેરિકા એટલું સમૃદ્ધ હતું કે સરકારે આ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરવા માટે એક કમિશન બનાવવું પડ્યું.

શું છે ટ્રમ્પનો ઈરાદો:
20 જાન્યુઆરીના રોજ પોતાના ઉદ્ઘાટન ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે આપણે વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ અને ટેક્સ લાદીને આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા જોઈએ. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ વિદેશી ઉત્પાદનો પર ડ્યુટી લાદીને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવી પડશે.

Also read: Stock Market: ટ્રમ્પના શપથની શેરબજાર પર અસર! SENSEX-NIFTY માં મોટો ઘટાડો

અહેવાલ મુજબ, ટ્રમ્પની ટેક્સ પોલિસી મોટાભાગે કોર્પોરેશનો અને શ્રીમંત અમેરિકનોને ફાયદો કરાવશે. તેમની મુખ્ય દરખાસ્તોમાં કોર્પોરેટ ટેક્સના દરને 21 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો સમાવેશ થાય છે. ટ્રમ્પ પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના શ્રીમંત અમેરિકનો પર ઇન્કમટેક્સ વધારાના નિર્ણયને ઉલટાવી દેશે. ટેરિફ એ વિદેશથી આવતી વસ્તુઓના ભાવનો એક હિસ્સો હોય છે. યુ.એસ. 328 બંદરો પર કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એજન્ટો દ્વારા ટેરીફ વસૂલવામાં આવે છે. ટ્રમ્પ સરકારે સ્કોટ બેસન્ટને ટેક્સ ઘટાડવા અને ખાધ રોકવાની જવાબદારી સોંપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button