ઇન્ટરનેશનલ

ટ્રુડોને ખાલિસ્તાનીઓ સાથેની દોસ્તી કેનેડામાં ભૂખમરો નોતરી રહી છે …

નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન ખાલિસ્તાનીઓ સાથે મિત્રતા નિભાવી રહ્યા છે. તેમનો ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ એવો છે કે તે ન તો કેનેડાને સંભાળી શકે છે કે ન તો મિત્ર દેશો સાથે મિત્રતા જાળવી શકે છે. ભારત કે જે કેનેડાનું મિત્ર રાષ્ટ્ર હતું, હવે તેમની સાથેની આ મિત્રતામાં તિરાડ પડી ગઈ છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ હવે તેમના પર ભારે પડી રહ્યો છે.

કેનેડા ફૂડ બેંકે તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે કેનેડાના લગભગ 70 લાખ લોકો ખોરાક વગર ઝુરી રહ્યા છે. ફૂડ બેંક્સ કેનેડાએ તેના રિપોર્ટમાં કેનેડાના ભૂખમરાને બતાવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ગત વર્ષની સરખામણીમાં 42 ટકાથી વધુ વસ્તી આર્થિક રીતે નબળી પડી છે. કેનેડિયનો ખોરાકની અસુરક્ષા સતાવી રહી છે. અહેવાલ પ્રમાણે 18 ટકા કેનેડિયનો પોતાના રોજના જમવાની ચિંતા રહે છે.

ફૂડ બેંકો અહેવાલ આપે છે કે 2.8 મિલિયન કેનેડિયન ગરીબી રેખા નીચે જીવે છે. કેનેડાના લોકો ભૂખમરો અને બેરોજગારીના સંકટનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાં ગરીબી, ભૂખમરો અને બેરોજગારીના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. ફૂડ બેંક્સ કેનેડાએ પોતાના રિપોર્ટમાં આવા ઘણા ખુલાસા કર્યા છે, જે આશ્ચર્યજનક છે. એક તરફ પીએમ જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનીઓ સાથે મિત્રતા નિભાવવામાં વ્યસ્ત છે તો બીજી તરફ દેશના લોકોની હાલત કફોડી બની રહી છે.

કેનેડાના રાજ્ય નોવા સ્કોટીયામાં સ્થિતિ સૌથી ખરાબ છે. ત્યાં ગરીબીમાં જીવતા લોકોને ખાવાનું પણ મળતું નથી. ફૂડ બેંક કેનેડાના સીઈઓ કર્સ્ટન બિયર્ડસ્લેએ જણાવ્યું હતું કે કેનેડાની સરકાર ગરીબીનો સામનો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેના રિપોર્ટમાં ફૂડ બેંકોએ ટ્રુડો સરકારની સરખામણી છેલ્લી ચાર સરકારો સાથે કરી છે. જેમાં કેનેડિયનોએ તેમની આવકના 30 ટકાથી વધુ તેમના ઘર માટે ખર્ચ કરવો પડે છે. જેના કારણે કેનેડાને આ કેટેગરીમાં ડી રેન્ક આપવામાં આવ્યો છે. ફૂડ બેંકે કેનેડાને ગરીબી, ભૂખમરો અને બેરોજગારીના સંદર્ભમાં D+ રેન્કિંગ આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button