Trudeau Rejects Trump's Canada Merger Idea
ઇન્ટરનેશનલ

કેનેડા અમેરિકાનું રાજ્ય બનશે! ટ્રમ્પના પ્રસ્તાવનો જસ્ટિન ટ્રુડોએ જવાબ આપ્યો

ઓટાવા: ગત વર્ષે નવેમ્બર મહિનામાં યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતનાર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીના રોજ પદભાર સંભાળશે. ટ્રમ્પના આગમન સાથે અમેરિકાની વિદેશ નીતિઓમાં ધરખમ ફેરફારો જોવા મળી શકે છે. પાડોશી દેશ કેનેડા અંગે ટ્રમ્પ અત્યારથી વિવાદાસ્પદ નિવેદનો (Donald Trump about Canada) આપી રહ્યા છે, તાજેતરમાં જ તેમણે કેનેડાને અમેરિકાનું 51મુ રાજ્ય બનાવાની વાત કરી હતી, હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Justin Trudeau) વળતો જવાબ આપ્યો છે.

કનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે કેનેડા કોઈ શરતે અમેરિકાનો હિસ્સો નહીં બને. તેમણે કહ્યું કે આવું થવાની સહેજ પણ શક્યતા નથી. ટ્રુડોએ તાજેતરમાં વડા પ્રધાન પદ અને લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે કટાક્ષ કરતા કેનેડાને યુએસનું 51મું રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ટ્રુડોનો જવાબ:
ટ્રમ્પને જવાબ આપતા ટ્રુડોએ X પર લખ્યું હતું કે, ‘કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સનો હિસ્સો બની જાય તેવી સહેજ પણ શક્યતા નથી. આપણા બંને દેશોમાં કામદારો અને સમુદાયો એકબીજાના સૌથી મોટા બિઝનેસ અને સુરક્ષા ભાગીદાર હોવાનો લાભ લઈ રહ્યા છે.’

ટ્રંપનો પ્રસ્તાવ:
અગાઉ 5 નવેમ્બરના રોજ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ‘માર-એ-લાગો’ ખાતે ટ્રમ્પ ટ્રુડોને મળ્યા હતાં. ત્યાર બાદથી જ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અંગે વાત કરી રહ્યા છે. ત્યારથી તેણે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘણી વખત તેનો ઉલ્લેખ કર્યો છે.

Also read: ટ્રમ્પે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને કહ્યા, પાગલ ડાબેરી, જાણી લો કારણ?

ગત સોમવારે, ટ્રુડોના રાજીનામાં અંગે ઘોષણા બાદ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ફરી વાત કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને કહ્યું, ‘કેનેડામાં ઘણા લોકો તેમના દેશને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવામાં પણ રસ ધરાવે છે. કેનેડાને ટકી રહેવા માટે જે વિશાળ વેપાર ખાધ અને સબસિડીની જરૂર છે તે યુએસ હવે પરવડી શકે તેમ નથી. જસ્ટિન ટ્રુડો આ જાણતા હતા અને રાજીનામું આપ્યું હતું.’

Back to top button