Justin Trudeauની ફરી થઇ ફજેતી, દિલ્હીવાળી ભૂલ ફરીથી કરી
મુસીબત કેનેડાના વડા પ્રધાનનો પીછો છોડતી નથી એવું લાગે છએ. ફરી એક વાર તેમને વિશ્વભરમાં શરમમાં મૂકાવાનો વારો આવ્યો છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો હાલમાં તેમના પરિવાર સાથે રજાઓ ગાળવા જમૈકા ગયા હતા. તેમના વિમાનને ત્યાં પણ તકનિકી ખરાબીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સારી વાત તો એ હતી કે ટેક્નિશિયનની મદદથી કોઇક રીતે પ્લેન ઉડાવી શકાયું હતું અને તેઓ દેશમાં પરત ફર્યા હતા.
અગાઉ જ્યારે તેઓ જી-20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવ્યા હતા ત્યારે અહીંથી પરત જતી વખતે તેમનું વિમાન ઉડાન ભરી શક્યું નહોતું. તે સમયે ભારતે મદદની ઓફર કરી હતી, પરંતુ ટ્રુડોએ તેનો અસ્વીકાર કર્યો હતો.
આ વખતે હવે જ્યારે તેઓ પરિવાર સાથે રજાઓ ગાળવા જમૈકા ગયા ત્યારે તેમના પ્લેને તેમને ફરીથી દગો આપ્યો હતો. જોકે, સારી વાત એ હતી કે ટેક્નિશિયનની મદદથી કોઇક રીતે પ્લેન ઉડાવી શકાયું હતું અને તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે ઘરે પહોંચી શક્યા હતા.
નોંધનીય છે કે ટ્રુડો હાલમાં જે પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે તે 36 વર્ષ જૂનું છે. ભૂતકાળમાં પણ આ પ્લેનને કારણે તેમને ઘણી સમસ્યા આવી છે. ઓક્ટોબર 2016માં પણ તેમના પ્લેને ટેક ઑફ કર્યાના અડધા કલાકમાં ઓટાવા પરત ફરવું પડ્યું હતું. એ સમયે ટ્રુડો બેલ્જિયમની મુલાકાતે જઇ રહ્યા હતા. આટલા વિશાળ દેશના વડા પ્રધાનનું વિમાન વારે ઘડીએ ખોટકાઇ જાય તો એમાં એમની ફજેતી થવી સ્વાભાવિક છે.