આ કોન્સર્ટ સામે કોલ્ડપ્લેની ટિકિટ ઘણી સસ્તી છે! જાણો દુનિયાના મોંઘા કોન્સર્ટ વિષે…
મુમાંબી: ગ્રેમી એવોર્ડ વિજેતા બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લનનો મુંબઈ કોન્સર્ટ (Coldplay concert in Mumbai) હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે, BookMyShow પર કોન્સર્ટની ટિકિટો લાઈવ થતા જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. ટિકિટોની ભારે માંગને જોતા આયોજકોએ બેને બદલે ત્રણ શો યોજવાની જાહેરાત કરી છે. કોન્સર્ટની ટિકિટ બ્લેક માર્કેટમાં ઊંચા ભાવે વેચાઈ રહી છે.
દુનિયામાં ઘણા એવા ગાયકો અને બેન્ડ છે, જેના ચાહકો મોઘીદાટ ટિકિટ ખરીદીને પણ કોન્સર્ટમાં હાજરી આપે છે. દુનિયાના સૌથી મોંઘા કોન્સર્ટની યાદી:
લેડ ઝેપ્પેલીન (Led Zeppelin):
ઈંગ્લિશ રોક બેન્ડ લેડ ઝેપ્પેલીને લંડનમાં સૌથી મોંઘી કોન્સર્ટ ટિકિટ વેચવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. માહિતી અનુસાર, પ્રારંભિક ટિકિટની કિંમત $250 હતી, જ્યારે સૌથી મોંઘી ટિકિટની કિંમત $1,68,000 સુધી પહોંચી ગઈ હતી.
ધ વિકેન્ડ (The Weeknd):
કેનેડિયન ગાયક અને ગીતકાર ધ વીકેન્ડ સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે. તેની 2022 આફ્ટર અવર્સ ટીલ ડોન ટૂર, VIP સીટ માટેની ટિકિટની કિંમત $2,071 હતી.
જસ્ટિન બીબર (Justin Bieber):
જસ્ટિન બીબરે તેની 2022ની ટુરમાં ત્રણ ખંડોમાં 49 શો કર્યા હતાં. જસ્ટિસની વર્લ્ડ ટૂર એ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ટુર પૈકીની એક છે અને સ્વાભાવિક રીતે જ ટિકિટના ભાવ ખૂબ ઊંચા રહ્યા હતાં. તેમના શો માટે સરેરાશ ટિકિટ કિંમત $1,500 હતી.
લેડી ગાગા (Lady Gaga):
લેડી ગાગા તેના શાનદાર કોન્સર્ટ માટે જાણીતી છે. તેના કોન્સર્ટમાં ટીકીટનો ભાવ $900 કે તેનાથી વધુ હોય છે.
ધ રોલિંગ સ્ટોન્સ (The Rolling Stones):
2012 માં, સુપ્રસિદ્ધ રોક બેન્ડ ધ રોલિંગ સ્ટોન્સે તેમની 50મી વર્ષગાંઠ ‘50 અને કાઉન્ટિંગ ટૂર’ સાથે ઉજવી. તે સમયે ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ $1,000 રાખવામાં આવી હતી.
બિયોન્સ (Beyoncé)”
બિયોન્સે 2013 મિસીઝ કાર્ટર શો વર્લ્ડ ટૂરમાં વિશ્વભરમાં 100 થી વધુ શો કર્યા હતાં. આમાંના એક શોની ટિકિટની સરેરાશ કિંમત $700 થી વધુ હતી.