ઇન્ટરનેશનલ

‘બહુ જલદી Tinder એપ પર આવી ગયો’, ડેટિંગ એપ પર મૃત પત્નીનો મેસેજ આવ્યો અને ……

સમગ્ર વિશ્વમાં લોકો મૃત લોકોને જોવા અને તેમની સાથે વાત કરવાનો દાવો કરે છે. ઘણા લોકો કહે છે કે તેઓએ પોતે પ્લેનચેટ દ્વારા આત્માઓને બોલાવ્યા છે અને તેમની સાથે વાત કરી છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ડેટિંગ એપ પર કોઈએ ભૂત સાથે વાત કરી હોય? યુકેના એક વ્યક્તિએ આવો અનોખો દાવો કર્યો છે.

તેણે જણાવ્યું હતું કે તેણે ડેટિંગ એપ ટિન્ડર પર બે વર્ષ પહેલા મૃત્યુ પામેલી તેની પત્ની સાથે વાત કરી હતી. જ્યારે તેણે આ સ્ટોરી પોડકાસ્ટ પર શેર કરી તો તે TikTok પર પણ વાયરલ થઈ ગઇ હતી. તે કહે છે કે મહિનાઓ સુધી આ બાબતથી પરેશાન થયા બાદ મેં તેને લોકો સમક્ષ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.


અહેવાલ મુજબ ડેરેક નામનો આ વ્યક્તિ બ્રિટનના લંડનમાં રહે છે. “મારી પત્ની, એલિસનનું અવસાન થયાને બે વર્ષ થયા છે,” તેણે પોડકાસ્ટમાં જાહેર કર્યું. તે સર્વાઇકલ કેન્સરને કારણે મૃત્યુ પામી હતી, પરંતુ એક દિવસ, હું ટિન્ડર પર તેની પ્રોફાઇલ જોઈને દંગ રહી ગયો. એક તસવીરમાં તે હસતી હતી અને મારી સામે જોઈ રહી હતી. તેણે આગળ કહ્યું, ‘મેં તરત જ પ્રોફાઈલ જોઈ, પરંતુ તેમાં બીજી કોઈ માહિતી નહોતી. પરંતુ મારી પત્નીના એવા ત્રણ ફોટા હતા જે મેં પહેલા ક્યારેય જોયા નહોતા. હું સાવ ચોંકી ગયો.ડરના માર્યા ડેરેકે કમ્પ્યુટર બંધ કરીને સુવાનું વિચાર્યું, પણ એને ઉંઘ નહી આવી. તે પછીના બે દિવસ સૂઈ શક્યો નહીં.

ડેરેકે કહ્યું – શરૂઆતમાં મને શંકા હતી કે તઆ મજાક હોઈ શકે છે. કદાચ કોઈએ મારી પત્નીનું નકલી એકાઉન્ટ બનાવ્યું છે. જો કે, એક દિવસ સવારે 3:33 વાગ્યે તેને ટિન્ડર પર સંદેશ મળ્યો ત્યારે તેની શંકા દૂર થઈ ગઈ: “હેય!”. ડેરેકે જવાબ આપ્યો અને પૂછ્યું કે આ બધું શું છે અને તેની પત્નીની તસવીરો ક્યાંથી આવી? આગામી 24 કલાક સુધી આનો કોઈ જવાબ ન મળ્યો, પરંતુ અંતે એક મેસેજ આવ્યો – ‘તમે ઘરે છો? હું બહાર ઉભી છું. મને અંદર આવવા દો.’ આનાથી ડેરેક ડરી ગયો. ‘તુ બહુ જલદી Tinder એપ પર આવી ગયો ડેરી. ‘ડેરેકને આનાથી આશ્ચર્ય થયું કારણ કે માત્ર તેની પત્ની જ તેને ડેરી કહેતી હતી. બીજા કોઈને તેની જાણ પણ નહોતી. ડેરેકે કહ્યું કે ‘પછીથી મેં ઘરનો મુખ્ય દરવાજો બંધ થવાનો અવાજ સાંભળ્યો અને ડરના માર્યા હું જઈને બેડ પર સૂઈ ગયો. થોડી વાર પછી મને લાગ્યું કે કોઈ બેડરૂમમાં આવી રહ્યું છે. હું એટલો ડરી ગયો હતો કે આખરે મેં ટેક્સ્ટ કર્યો, ‘એલિસન, મને માફ કરજે. હું તને પ્રેમ કરું છું અને હું તને યાદ કરું છું. તારા મૃત્યુને બે વર્ષ થઈ ગયા અને મારે હવે આગળ વધવું પડશે. ડેરેકે કહ્યું – આ પછી હું બેડરૂમમાંથી બહાર નીકળી ગયો અને દરવાજાની બહાર જોવા ગયો, ત્યાં કોઈ નહોતું અને જ્યારે હું રૂમમાં પાછો આવ્યો તો એલિસનની પ્રોફાઇલ પણ ત્યાં નહોતી. આજ સુધી મને ખબર નથી કે મારી સાથે આ બધું કેમ અને કેવી રીતે થયું?

વેલ, ડેરેકની મૃત પ્નીએ તો એનો પીછો છોડી દીધો અને એને ભૂતમાંથી છૂટકારો મળ્યો. કોઇક માથાભારે પત્ની હોત તો ડેરેકની શું વલે થઇ હોત!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button