ટ્રમ્પના ઇનોગ્યુરેશન ફંડમાં ટિમ કૂક આપશે 1 મિલિયન ડૉલરનું દાન
ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે 20 જાન્યુઆરીના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. એ દરમિયાન દુનિયાની નંબર વન ગણાતી કંપની એપલના સીઇઓ વિશે મોટા સમાચાર જાણવા મળ્યા છે. એમ જાણવા મળ્યું છે કે ટીમ કૂક ટ્રમ્પના ઇનોગ્યુરેશન ફંડમાં 1 મિલિયન ડૉલરનું દાન આપશે.
ટીમ કુક અલબામાના વતની છે. તેઓ માને છે કે ઇનોગ્યુરેશન એ એક મહાન અમેરિકન પરંપરા છે અને તેઓ દેશની “એકતાની ભાવના” માટે દાન કરી રહ્યા છે. જોકે, યુએસની સૌથી મોટી કરદાતા કંપની Apple ઇનોગ્યુરેશન ફંડમાં દાન આપે તેવી શક્યતા નથી.
જોકે, ટ્રમ્પના ઇનોગ્યુરેશન ફંડમાં દાન આપવાની જાહેરાત કરનારા ટોમ કૂક એક માત્ર બિઝનેસમેન નથી. આ અગાઉ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, ઓપન એઆઈના સેમ ઓલ્ટમેન, મેટાના માર્ક ઝુકરબર્ગ નોર્થ અમેરિકાની ટોયોટા મોટર અને ક્રિપ્ટો કંપનીઓ ક્રેકેન, રિપલ અને ઓન્ડો જેવા ઘણા જાણીતા નામો પણ ટ્રમ્પના ઇનોગ્યુરેશન ફંડમાં 1 મિલિયન ડૉલરનું દાન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. એમેઝોનના સ્થાપક તો ટ્રમ્પની ઇનોગ્યુરેશન સેરેમનીનું તેમના OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર લાઇવસ્ટ્રીમ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ ઉપરાંત ઉબેર ટેક્નોલોજીસ અને તેના CEOએ પણ ઇનોગ્યુરેશન ફંડમાં એક મિલિયન ડોલરનું દાન આપવાની જાહેરાત કરી છે. એક અંદાજ મુજબ આવી રીતે કુલ 158 મિલિયન ડોલર ઇનોગ્યુરેશન ફંડમાં મળવાની શક્યતા છે, જે અગાઉના ઇનોગ્યુરેશન સેરેમનીમાં મળેલા ફંડ કરતા ઘણી વધારે છે.
આ પણ વાંચો…શપથ ગ્રહણ પહેલા સંકટમાં ટ્રમ્પ, હશ મની કેસમાં થશે સજા તો…..
અગાઉ મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન (EU) દ્વારા એપલ પર લગાવવામાં આવેલા આર્થિક દંડ અંગેની ચિંતાઓ વિશે વાત કરવા માટે તેમને ટિમ કૂકનો ફોન આવ્યો હતો. જોકે, આ કેસના સમાધાન માટે હવે ટીમ કૂક 95 મિલિયન ડોલર ચૂકવવા સંમત થયા છે.