ઇન્ટરનેશનલમનોરંજન

જેનિફર લોપેઝની ફિલ્મમાં જોવા મળશે આ સદગુરુ

સ્પિરિચ્યુઅલ સદગુરુ જગ્ગી વાસુદેવ તેમની મોટિવેશનલ સ્પીચને લઈને લોકોમાં વિશેષ જાણીતા છે. સદગુરુને અનેક વખત બૉલીવૂડના સ્ટાર્સ સાથે ઇન્ટરવ્યૂમાં જોયા છે, પણ હવે તેઓ હૉલીવૂડની સુપર સ્ટાર જેનિફર લોપેઝ સાથે ‘ધીસ ઇઝ મી નાવ: અ લવ સ્ટોરી’માં પોતાનું હૉલીવૂડ ડેબ્યું કરવાના છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે.

હૉલીવૂડની ‘ધીસ ઇઝ મી નાવ: અ લવ સ્ટોરી’ આ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં સદગુરુ પણ સામેલ છે. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની લીડ અભિનેત્રી જેનિફર લોપેઝે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મના ટ્રેલર સાથે એક નોટ શૅર કરી છે. તેણે લખ્યું હતું કે આ પહેલા મેં ક્યારેય આટલો નર્વસ અને ડરનો અનુભવ કર્યો નથી. આ ફિલ્મનું શૂટિંગ મારી માટે એક ઉત્તમ અને યાદગાર પ્રવાસ રહ્યો. આ ફિલ્મ 16 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ મારો અત્યાર સુધીનો સૌથી પર્સનલ પ્રોજેકટ છે, જેથી આ ફિલ્મનુ ટ્રેલર જોઈ તમે એનો આનંદ માણો, એમ જેનિફરે લખ્યું હતું.

જેનિફર લોપેઝની આ ફિલ્મમાં બેન અફલેક, ટ્રેવર નોહા, સોફિયા વેરગાર, નીલ, ડી ગ્રેસ ટાઇસન અને પોસ્ટ મલોન જેવા હૉલીવૂડના દિગ્ગજ કલાકારો સાથે ભારતના સદગુરુ પણ જોવા મળવાના છે. જેનિફરે પોસ્ટ કરેલા ટ્રેલરમાં સદગુરુ જોવા મળ્યા નથી, પણ આ ફિલ્મમાં ભારતના ફેન્સ માટે એક સરપ્રાઈઝ હોવાનો છે.

આ ફિલ્મની સ્ટોરી એક માયથોલોજિકલ સ્ટોરીટેલિંગ અને પર્સનલ હિલિંગ પર આધારિત હશે. ટ્રેલરમાં ફિલ્મમાં બે લોકની લવસ્ટોરી બતાવવામાં આવી છે, જેમનું બ્રેકઅપ થયા બાદ બાદ બંને લીડ એક્સટર્સ તેનાથી બહાર આવવા માટે પર્સનલ હિલિંગની મદદથી બહાર આવી રહ્યા હોવાની ટ્રેલર જોઈને સમજાઈ રહ્યું છે. આ એક જુદા જ પ્રકારની વાર્તા હશે, જેથી સદગુરુને આ ફિલ્મમાં જોવા મળે લોકો આતુર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી