‘આ ન્યાયની કસુવાવડ છે’, દીકરાને માફી આપવા બદલ ટ્રમ્પે જો બાઈડેનની ઝાટકણી કાઢી
વોશિંગ્ટન: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેન(Joe Biden)નો કાર્યકાળ જાન્યુઆરી મહિનામાં પૂરો થવાનો છે. ત્યાર બાદ નવા ચૂંટાયેલા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) યુએસના રાષ્ટ્રપતિ બનશે. જો બાઈડેને રવિવારે તેમના પુત્ર હન્ટર બિડેનને ગન એન્ડ ટેક્સના કેસના ગુનમાં માફ કરવા જાહેરાત કરી હતી. જેના કારણે યુએસના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયને ‘ન્યાયનો દુરુપયોગ અને કસુવાવ’ તરીકે ગણાવ્યો છે.
ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ:
તેમના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે પ્રશ્ન કર્યો હતો કે “શું જૉ દ્વારા હન્ટરને આપવામાં આવેલી માફીમાં J-6 બંધકોનો સમાવેશ થાય છે, જેઓ વર્ષોથી જેલમાં બંધ છે? આ ન્યાયનો દુરુપયોગ અને કસુવાવડ.”
રાષ્ટ્રપતિ બાઈડેને દીકરાને માફીની જાહેરાત કર્યા બાદ રિપબ્લિકન નેતાઓ તરફથી આકરી પ્રતિક્રિયાઓ મળી રહી છે.
આ પણ વાંચો…જો બાઇડેને પુત્રને તમામ આરોપોમાંથી દોષમુક્ત કરીને શું કહ્યું? જાણો
બાઈડેન માફીની જાહેરાત કરી:
જો બાઈડેને રવિવારે તેમના દીકરા હન્ટર બાઈડેન માટે માફીના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. હન્ટર બંદૂકને લગતા કાયદાના ઉલંઘન અને ટેક્સ ઉલ્લંઘન આરોપોમાં દોષિત ઠર્યો હતો. હવે તેને માફી મળવાથી હન્ટર બાઈડેનને આ ગુનાઓ માટેની સજા નહીં થાય અને હવે હન્ટરના જેલમાં જવાની શક્યતા નથી.
બાઈડેને જણાવ્યું કે આ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા, હન્ટરને તેમની સાથેના સંબંધને કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. બાઈડેને જણાવ્યું કે કોંગ્રેસમાં તેમના રાજકીય વિરોધીઓએ કેસને આગળ વધારવાનું દબાણ કર્યા પછી તેમના પુત્ર સામે આરોપો લગાવવામાં આવ્યા હતાં.