યુરોપના આ દેશમાં માસ્ટર ડીગ્રી કરનારા ભારતીયોને નોકરી શોધવા અપાય છે 9 માસના વિઝા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

યુરોપના આ દેશમાં માસ્ટર ડીગ્રી કરનારા ભારતીયોને નોકરી શોધવા અપાય છે 9 માસના વિઝા

અમેરિકામાં H-1B વિઝાની ફી વધારીને 1 લાખ ડોલર કરી દેવામાં આવી છે, જે પહેલા માત્ર 2 થી 5 હજાર ડોલરમાં મળી જતાં હતા. હવે તેના માટે લાખો રિપિયાનો ખર્ચ કરવાનો વારો આવ્યો છે અને અમેરિકન કંપનીઓએ વિદેશી એમ્પ્લોયર્સને હાયર કરવા ખૂબ જ મોંઘું બની ગયું છે. જેનું સૌથી વધુ નુકસાન વિદેશી વિદ્યાર્થીઓને થયું છે, જે ડિગ્રી પૂરી કરીને H-1B વિઝા પર ત્યાં જ જોબ કરવા ઇચ્છતા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિઝા ફીમાં વધારાને કારણે, ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે ટેક ક્ષેત્રમાં નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે.

H-1B વિઝાની ફી વધારાના નિર્ણયની ભારતમાં ખૂબ જ મોટી અસર જોવા મળશે કારણ કે H-1B વિઝા મેળવનારા 70 ટકા લોકો ભારતના છે, માત્ર આઇટી સેક્ટર જ નહિ પણ હેલ્થકેર, ફાઇનાન્સમાં પણ સ્ટુડન્ટ-વર્કર H-1B વિઝા મારફતે નોકરી મેળવે છે. જોકે, ભારતીય સ્ટુડન્ટ-વર્કર હવે એવા દેશો શોધી રહ્યા છે જે યુએસ H-1B વિઝા કરતાં વધુ સારી ડીલ આપે છે. મોટાભાગના યુરોપિયન દેશો ભારતીયોને તેમના અભ્યાસ પછી વર્ક વિઝા મેળવવાની તક આપે છે, કારણ કે તેમની પાસે વધુ હળવી વિઝા નીતિઓ છે. સ્વીડન એક એવો દેશ છે જ્યાં ભારતીયો સારા, સરળતાથી મેળવી શકાય તેવા વર્ક વિઝા મેળવી શકે છે.

સ્વીડન દ્વારા જોબ સીકર (Job Seeker) અથવા સ્ટાર્ટઅપ વિઝા આપવામાં આવે છે. આ વિઝા દ્વારા વિદેશમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ ૩ થી ૯ મહિના સુધી દેશમાં રોકાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તેઓ નોકરી શોધી શકે છે અથવા પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. અમેરિકાના H-1B વિઝાની જેમ, આ વિઝા મેળવવા માટે કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપની જરૂર પડતી નથી. આ વિઝા ફક્ત એવા લોકોને જ આપવામાં આવે છે, જેમની પાસે માસ્ટર્સ ડિગ્રી, પ્રોફેશનલ ડિગ્રી હોય અથવા જેઓ PHD ધારક હોય. આ વિઝા મેળવવા માટે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ સ્વીડિશ રેસિડેન્સ પરમિટ માટે અરજી કરવી પડે છે.

સ્વીડિશ રેસિડેન્સ પરમિટ મેળવવા માટે નીચેની શરતો પૂરી કરવી અનિવાર્ય છે;
પાસપોર્ટ: અરજદાર પાસે માન્ય પાસપોર્ટ હોવો જરૂરી છે.
શિક્ષણ: અરજદારનું માસ્ટર્સ ડિગ્રી અથવા તેનાથી ઉપરનું શિક્ષણ પૂર્ણ થયેલું હોવું ફરજિયાત છે.
નાણાકીય પુરાવો: અરજદારે સાબિત કરવું પડશે કે તેની પાસે સ્વીડનમાં રહેવા માટે દર મહિને ₹૧.૨૩ લાખ જેટલા પર્યાપ્ત નાણાં છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ: અરજદાર પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો જોઈએ, જેમાં તમામ પ્રકારની બીમારીઓનો વીમો (કવર) થતો હોય.
સ્થાન: અરજદારે રેસિડેન્સ પરમિટ માટે દેશની બહારથી અરજી કરવી પડશે.
દસ્તાવેજો: તમામ દસ્તાવેજોનો અંગ્રેજી અને સ્વીડિશ ભાષામાં અનુવાદ થયેલો હોવો જોઈએ.

જોબ સીકર વિઝાના ફાયદા

આ વિઝાનો સૌથી મોટો ફાયદો એ છે કે વિદેશી વર્કર્સ કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં નોકરી શોધી શકે છે અને તેમની પાસે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિકલ્પ પણ રહેલો છે. વળી, આ વિઝા મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડતી નથી, માત્ર પર્યાપ્ત બચત હોવાથી કામ ચાલી જશે. આનાથી યુરોપમાં નોકરી કરીને વર્ક એક્સપિરિયન્સ મેળવવાની તક મળે છે. આ ઉપરાંત, વર્ક પરમિટ અને કાયમી રેસિડેન્સ પરમિટ (નિવાસ પરમિટ) મેળવવાનો રસ્તો પણ ખુલ્લો રહે છે.

આપણ વાંચો:  કેનેડામાં ત્રણ સ્થળે ગોળીબાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફતેહે લીધી જવાબદારી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button