US Election Result : અમેરિકાની આ યુવતીનું કહેવું પડે, મંગેતરે મતદાન ન કર્યુ તો…

ફ્લોરિડા : અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના(US Election Result) પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જીતની નજીક જણાય છે. અમેરિકામાં ચૂંટણીને લઈને એવો ઉત્સાહ છે. તેમજ વોટિંગને લઈને અમેરિકનો ખૂબ જ ગંભીર હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 26 વર્ષની એક યુવતીએ તેના મંગેતર સાથે મત ન આપવાને કારણે સંબંધ તોડી નાખ્યો છે. મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક પોસ્ટમાં સંબંધ તોડવાની જાહેરાત કરી હતી.
જેના વિશે લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મહિલાએ લખ્યું, ‘મારા મંગેતરે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ના કર્યું . તેથી હું નૈતિક સંકટનો સામનો કરી રહ્યો છું. શું આ માટે સગાઈ તોડવી ખોટું હશે?
Also Read – US Presidential Result Live: જાણો .. અમેરિકામાં સ્વિંગ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ કોણ આગળ
આખરે મતદાનથી દૂર રહેવાની શું જરૂર છે?
યુવતીએ કહ્યું કે અમે ફ્લોરિડામાં રહીએ છીએ. મારા ભાવિ પતિએ મત આપવાની ના પાડી દીધી છે. તે કહે છે કે તેને કોઈ ઉમેદવાર પસંદ નથી. યુવતીએ કહ્યું કે મારા મંગેતર અને મારી વિચારધારા સમાન છે. પરંતુ હું સમજી
શકતી નથી કે તે મતદાન પ્રત્યે આટલો બેદરકાર કેમ છે. આખરે મતદાનથી દૂર રહેવાની શું જરૂર છે?
મંગળવારે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનનો છેલ્લો દિવસ હતો અને હવે પરિણામ આવવાના શરૂ થયા છે. અત્યાર સુધીના પરિણામોમાં ટ્રમ્પ ઘણા આગળ છે.