IPL 2024ઇન્ટરનેશનલસ્પોર્ટસ

વર્લ્ડ કપ 2023ની ઓપનીંગ સેરેમનીમાં આ સ્ટાર્સ મચાવશે ધમાલ

5મી ઓક્ટોબરના રોજ ICC ODI વર્લ્ડ કપ 2023 શરૂ થઈ રહ્યો છે. તેથી જ રમતપ્રેમીઓની નજર 5મી ઓક્ટોબર પર છે. આ દિવસ બધા ક્રિકેટરો અને ચાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વ કપના ઉદઘાટન સમારોહમાં બધાની નજર ઘણા દેશોના દિગ્ગજ ખેલાડીઓ પર રહેશે, ત્યારે બોલિવૂડની હસ્તીઓ પણ સમારોહમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેરતી જોવા મળશે. જો રિપોર્ટ્સનું માનીએ તો સિનેમા જગતની ઘણી હસ્તીઓ ઓપનિંગ સેરેમની દરમિયાન સ્ટેજ પર પરફોર્મ કરશે અને આ ઓપનિંગ સેરેમનીને વધુ ખાસ બનાવશે.

વર્લ્ડ કપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. પ્રથમ મેચ 5 ઓક્ટોબરે શરૂ થશે જ્યારે ઓપનિંગ સેરેમની એક દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ સાંજને ધમાકેદાર બનાવવા માટે બોલીવુડની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

એક રિપોર્ટ અનુસાર બોલિવુડ સ્ટાર રણવીર સિંહ, આશા ભોંસલે, શ્રેયા ઘોષાલ ઉપરાંત અરિજિત સિંહ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી શકે છે. આ સિવાય તમન્ના ભાટિયા અને વરુણ ધવન પણ હાજરી આપે તેવી શક્યતા છે. આ સાથે શંકર મહાદેવન પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે એવી અફવાએ જોર પકડ્યું છે. આવી સ્થિતિમાં, ક્રિકેટમાં બોલિવૂડ સેલિબ્રિટીઓના ગ્લેમરને જોવા માટે ચાહકો ખૂબ જ અધીરા છે.

આ ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે શરૂ થશે. જેમાં લેસર શોની સાથે ફટાકડાની આતશબાજી પણ જોવા મળશે. અહેવાલોનું માનીએ તો આ સમારોહમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. એટલું જ નહીં, ઓપનિંગ સેરેમનીના દિવસને કેપ્ટન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ કારણથી વર્લ્ડ કપની તમામ ટીમોના કેપ્ટન ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button