10 રૂપિયાની આ નોટની કિંમત અઢી લાખ રૂપિયા !
લંડન : લંડનમાં ભારતની 106 વર્ષ જૂની 10 રૂપિયાની નોટની હવે લાખો રૂપિયાની હરાજી થવાની છે. આ નોટોને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા છાપવામાં આવી હતી. જેને જહાજમાં લઈને ભારત મોકલવામાં આવી હતી, પરંતુ તે વહાણ ડૂબી ગયું હતું. માત્ર એ બે નોટ જ આજે સચવાયી છે, જેની હવે હરાજી કરવામાં આવનાર છે.
જૂની નોટો, જૂના સિક્કાઓ, ચિત્રો વગેરેની કદર કરનાર લોકોની કમી હતી. આવી વસ્તુઓને બ્રિટેનના મેફેયર સ્થિત ઓક્શન હાઉસ નુનાન્સ (Auction house Noonans)માં હરાજી થવાની છે. ભારતની એક અખબારી સંસ્થાના રિપોર્ટ અનુસાર, 106 વર્ષ પહેલા છપાયેલ 10 રૂપિયાની 2 નોટની હરાજી થવાની છે. આ બંને નોટોનો ઇતિહાસ પણ રોચક છે, ચાલો જાણીએ.
આ નોટને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા છાપવામાં આવી હતી, તે નોટોને વહાણમાં ભરીને ભારત મોકલવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન તે વાહન ડૂબી ગયું હતું અને તેમાં ભરેલી મોટાભાગની નોટો નષ્ટ થઈ ચૂકી હતી. પરંતુ આ બે નોટો આજ સુધી સુરક્ષિત છે. આ બંને નોટોની 29 મે 2024ના રોજ થવાની છે. આ નોટોમાં કોઈના હસ્તાક્ષર નથી પરંતુ સુપર ક્વોલિટી ઓરિજનલ પેપરમાં છપાઈ હતી. આ નોટોના સિરિયલ નંબર પણ તેવા ને તેવા રહ્યા છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ બંને નોટોની હરરાજી બે લૉટમાં થવાની છે. આ બંને લૉટોની હરરાજી આગામી 29 મીએ થવાની છે. જેની કિંમત 2000-2600 યુરો અથવા તો 2.1 લાખ રૂપિયાથી લઈને 2.7 લાખ રૂપિયા રહી શકે છે.