ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

બોલો, અહીંથી મળી આવ્યો સોનાનો સૌથી મોટો ટુકડો, જમીનથી આટલી નીચે જ દટાયેલો હતો

દુનિયામાં ઘણી ચમકતી ધાતુ હશે પણ એ બધામાં સોનાની ચમક અને ક્રેઝ આખું અલગ જ લેવલ પર છે. સોનું એવો શબ્દ છે કે કોઈ મહામુલી વસ્તુની નોંધ કરવી હોય તો પણ સોનાનું રૂપક વપરાય છે. જો કે ધરતીના પેટાળમાં છુપાયેલી આ ધાતુ મળવી ખૂબ જ મૂશ્કેલ છે. પણ જો તમને દુનિયાનો સૌથી મોટો સોનાનો ટુકડો મળી જાય તો. ચાલો તમને આ આર્ટિકલમાં દુનિયાના સૌથી મોટા ટુકડા વિશે જણાવી દઈએ.

આ પણ વાંચો:
ઉનાળામાં વધુ આવે છે ઈલેક્ટ્રિસિટી બિલ? આ સ્માર્ટ ટ્રિક ફોલો કરો અને જુઓ મેજિક…

ઈંગ્લેન્ડના સમરસેટના રહેવાશી શોધકર્તા રિચર્ડ બ્રોકે શ્રોપશાયરમાં સોના માટે ખોદાણ કર્યું અને આ દરમિયાન તેમને ઈંગ્લેન્ડનો અત્યાર સુધીનો સૌથી મોટો સોનાનો ટુકડો મળી ગયો. આ સોનાનો ટુકડો 64.8 ગ્રામનો છે. સૌથી મોટી વાત એ છે કે રિચર્ડે આ સોનાનો ટુકડો એ મશીનથી શોધ્યો જે ઘણા સમયથી ખરાબ હતુ. આ સોનાનો ટુકડો જમીનમાં માત્ર છ ઈંચ નીચે દબાયેલો હતો. જાણવા મળ્યું છે કે હવે આ સોનાના ટુકડાની નીલામી થશે અને તેની અનુમાનિત બોલી 30થી 40 લાખની આસપાસ હશે.


આ પણ વાંચો:
વોટ્સએપ વાપરનારા માટે જાણો મોટા ન્યૂઝઃ નવા ફીચર માટે ચૂકવવી પડશે રકમ

આ સોનાના ટુકડાના શોધકર્તાઓનું કહેવું છે કે આ સોનાનો ટુકડો અહીંનો નથી. તેમનું માનવુ છે કે તે વેલ્સથી આવ્યો છે. આવુ એટલા માટે કારણ કે પૂર્વના સમયમાં અહીંથી સડક અને રેલ્વે લાઈન જતી હતી. બની શકે કે આ ટુકડો ક્યાક લઈ જવાય રહ્યો હોય અને અહીં પડી ગયો હોય.


આ પણ વાંચો:
નવ લીંબુની કિંમત 2.36 લાખ રૂપિયા??? શું છે આખો માંજરો, જાણો અહીં…

એક મીડિયા રિપોર્ટ અનુસાર દુનિયાનો સૌથી મોટો ટુકડો પાંચ ફેબ્રુઆરી 1869માં ઓસ્ટ્રેલિયામાં મળ્યો હતો. આ સોનાના ટુકડાનું વજન 72 કિલો હતું. આ ટુકડાની લંબાઈ 24 ઈંચ હતી. આ ટુકડાને બે શોધકર્તા જોન ડિસન અને રિચર્ડ ઓટ્સે મળીને શોધ્યો હતો. રિપોર્ટનું માનવામાં આવે તો બંને સંશોધકો જે જગ્યાએ આ સોનાની શોધ કરી હતી તેને માત્ર દસ હજાર પાઉન્ડમાં ખરીદી હતી અને ત્યાંથી આ ટુકડો મળી આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button