સિક્કિમ પહોંચ્યા દલાઇ લામા, 14 ડિસેમ્બરે પરત ફરશે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

સિક્કિમ પહોંચ્યા દલાઇ લામા, 14 ડિસેમ્બરે પરત ફરશે

ગેંગટૉક (સિક્કિમ): આધ્યાત્મિક નેતા 14મા દલાઈ લામા આજથી (સોમવાર) ચાર દિવસની મુલાકાતે સિક્કિમ પહોંચ્યા છે. તેઓ 12 ડિસેમ્બરે રાજધાની ગંગટોકમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. દલાઈ લામા 14 ડિસેમ્બરે સિક્કિમથી પરત ફરશે.

દલાઈ લામાના આગમનને લઈને સિક્કિમ રાજ્યમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. અહીંના લોકો દલાઇ લામાને ઘણું માને છે. તેમના દર્શન માટે સિક્કિમના તમામ છ જિલ્લાઓ તેમજ રાજ્ય બહારથી મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહેશે. તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિકની ગતિવિધિ સુનિશ્ચિત કરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

દલાઈ લામા આવતીકાલે (મંગળવારે) અહીં પાલજોર સ્ટેડિયમમાં ઉપદેશ આપતી વખતે તેમના અનુયાયીઓને આશીર્વાદ આપશે. તેમનું પ્રવચન ‘બોધિસત્વની 37 પ્રથાઓ અને બોધિસત્વ સર્જન સમારોહ’ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન પ્રેમસિંહ તમંગ, રાજ્યના અન્ય પ્રધાનો, વિધાનસભ્યો અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહેશે. 13 ડિસેમ્બરે આરામ કર્યા બાદ તે 14 ડિસેમ્બરે સિક્કિમથી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ તેઓ ઓક્ટોબરમાં સિક્કિમ આવવાના હતા. પરંતુ 3/4 ઓક્ટોબરની રાત્રે તિસ્તા નદીમાં આવેલા પૂરને કારણે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

Back to top button