ઇન્ટરનેશનલ

London firing: લંડન રેસ્ટોરન્ટ ફાયરીંગમાં ઘાયલ 9 વર્ષની ભારતીય બાળકીની હાલત ગંભીર

લંડનના હેકનીમાં ગત બુધવારે ગોળીબાર(London firing)ની ગંભીર ઘટના બની હતી, રસ્તા પરથી પસાર થતી મોટરસાઈકલ પરથી કરવામાં આવેલા ગોળીબાર ચાર લોકોને ગોળી વાગી હતી, જેમાં એક નવ વર્ષની ભારતીય મૂળની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ ઘટના 29 મેના રોજ રાત્રે 9:20 વાગ્યે કિંગ્સલેન્ડ હાઈ સ્ટ્રીટ પર બની હતી.

મૂળ કેરળની લિસેલ મારિયા (Lissel Maria)લંડનના કિંગ્સલેન્ડ હાઈ સ્ટ્રીટ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં તેના પરિવાર સાથે જામી રહી હતી, ત્યારે ગોળીબારની ઘટના બની હતી. ડિટેક્ટીવ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ કોનવે આ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે જવાબદારોને પકડવા માટે તાત્કાલિક તપાસ ચાલી રહી છે. પીડિતોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Israel attack on Gaza: હમાસ યુદ્ધવિરામ માટે ‘સંપૂર્ણ સમજૂતી’ કરવા તૈયાર, બધકોને છોડવા તૈયાર

ઈજાગ્રસ્ત ત્રણ પુરુષોની સ્થિતિ સ્થિર હોવાના અહેવાલ છે, જયારે ભારતીય મૂળની બાળકી જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બાળકીના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. ડિટેક્ટીવ કોનવેએ જણાવ્યું કે એક નિર્દોષ બાળકી આ ફાયરીંગની ઘટનામાં ઈજા પામીએ આઘાતજનક છે. હું જાણું છું કે સ્થાનિક લોકો આ ઘટનાથી ખૂબ જ ચિંતિત હશે. જવાબદારોને ઓળખવા અને પકડવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, પીડિતોનો એકબીજા સાથે કોઈ સંબંધ હોવાનું જણાતું નથી, કિંગ્સલેન્ડ હાઇ સ્ટ્રીટ અને કોલવેસ્ટોન ક્રેસન્ટ ખાતે થોડી મીનીટોના અંતરે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: જ્વાળામુખીની તિરાડ ૩.૫ કિમી સુધી વધતા બીજા દિવસે લાવા ઉછળ્યો

ગોળીબાર પાછળનો હેતુ હજુ અસ્પષ્ટ છે, પોલીસે કહ્યું કે પુરાવા એકત્ર કરવા અને સાક્ષીઓની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker