ઇન્ટરનેશનલ

હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે સૌથી મોટા ખુલાસા

બે કારના ઉપયોગ સાથે આટલા હુમલાખોર હતા

ટોરન્ટોઃ કેનેડાના ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધોમાં ઘર્ષણ ચાલુ છે, ત્યારે તાજેતરમાં હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે સીસીટીવી વીડિયો અને અન્ય એક સાક્ષી મારફત નવા ખુલાસા કરવામાં આવ્યા છે. 18મી જૂને કેનેડાના કોલ્મ્બિયા પ્રાંતના સર્રે શહેરમાં ખાલિસ્તાની આંતકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈ પોલીસ અને કેનેડાની ગુપ્તચર એજન્સીની વચ્ચે તાલમેલનો અભાવ હોવાની માહિતી મળી છે.

નિજ્જરની હત્યા સંદર્ભે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં બે ગાડીનો ઉપયોગ, છ હુમલાખોરો હતા, જ્યારે તેના પર પચાસ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેમાંથી 34 ગોળી વાગી હતી. અમેરિકાના જાણીતા અખબાર દ્વારા પ્રગટ કરવામાં આવેલા એક રિપોર્ટમાં ગુરુદ્વારાના સ્વયંસેવક અને નિજ્જર પાસે પહોંચનાર સૌથી પહેલી વ્યક્તિ ભૂપિન્દરસિંહના નિવેદનોને નોંધવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે પહોંચનાર પહેલી વ્યક્તિ ભૂપિન્દરસિંહ હતા. નિજ્જરને મારવા માટે સંપૂર્ણપણે યોજના બનાવી હતી, જે ઘટના ગુરુદ્વારાના સિક્યોરિટી કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું તથા તેના ફૂટેજની કેનેડાની તપાસ સંસ્થા પાસે છે. 90 સેકન્ડના વીડિયોમાં નિજ્જરને પાક્રિંગની બહાર પીકઅપ ટ્રક ચલાવતો જોઈ શકાય છે, ત્યારબાદ સફેદ સેડાન તેની ટ્રકની નજીક અટકી જાય છે. આ પહેલા બંને વ્હિકલ અલગ અલગ રુટ પર જોવા મળે છે.

વીડિયોમાં ટોપી અને ટીશર્ટ પહેરેલ બે વ્યક્તિ ટ્રક નજીક આવતા જોવા મળે છે. બંને લોકો ડ્રાઈવરની સીટ બેઠેલા નિજ્જરની તરફ બંદૂક તાણે છે એ જ વખતે તેની સામે ઊભી રહેલી સેડાન પાર્કિંગથી બહાર નીકળે છે અને કેમેરાની નજરથી દૂર જાય છે ત્યારબાદ ગોળીબાર કરીને બંને લોકો એક જ દિશામાં ભાગતા જોવા મળે છે. ભૂપિન્દરજીત સિંહ નિજ્જરના ટ્રક સુધી પહોંચનાર એક સાક્ષી હતા.

સિંહે ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલ્યો અને નિજ્જરના ખભાને પકડ્યો હતો. સિંહે કહ્યું હતું કે એ વખતે એવું લાગતું હતું કે નિજ્જરના શ્વાસ ચાલતો હતો. ગુરુદ્વારા સમિતિના એક સભ્ય મલકીત સિંહે કહ્યું હતું કે તેમણે બંને લોકોના પડોશી કૌગર ક્રીક પાર્ક તરફ ભાગતા જોવા મળ્યા હતા અને પાછળ પાછળ ગયા. હુમલાખોરો શિખ ગેટ અપમાં જોવા મળ્યા હતા.
તેમના માથા પર હૂડી અને નાની પાઘડી અને માસ્ક તેમ જ દાઢીવાળા ચહેરા હતા. મલકીતે કહ્યું હતું કે તેની રાહ જોઈ રહેલી એક કારમાં પહેલાથી ત્રણ લોકો બેઠા હતા. આ મુદ્દે સાક્ષીઓએ કહ્યું હતું કે ગોળીઓના અવાજ પછી પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચવામાં 12થી 20 મિનિટ સમય લાગ્યો હતો. સાક્ષીઓએ આરોપ મૂક્યો હતો કે અધિકારીઓએ 18મી જૂનની ઘટના અંગેની તપાસમાં બહુ ઓછું જણાવ્યું હતું. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ ઘટનાસ્થળે પણ ધીમી ગતિએ પહોંચી હતી અને એજન્સીઓ વચ્ચે સંકલન નહીં હોવાને કારણે તેમાં વિલંબ થયો હતો.

દરમિયાન કોલમ્બિયા શિખ ગુરુદ્વારા કાઉન્સિલના પ્રવક્તા મોનિંદર સિંહે દાવો કર્યો હતો કે નિજ્જરની કારમાં અગાઉથી એક ટ્રેકર લગાવવામાં આવ્યું હતું, જે નિર્દેશ કરે છે કે નિજ્જરની હત્યા ટાર્ગટેડ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…