ઈઝરાયલ સાથેના યુદ્ધમાં છ આરબ દેશોએ હમાસ સાથે વિશ્વાસઘાત કર્યો, અમેરિકામાં લીક થયેલા દસ્તાવેજમાં મોટો ખુલાસો

વોશિંગ્ટન : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન છ આરબ દેશોએ હમાસ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો અમેરિકામાં લીક દસ્તાવેજમાં ખુલાસો થયો છે. છ આરબ દેશો કતાર, બહેરીન,ઇજિપ્ત, જોર્ડન,સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે ઇઝરાયલના હુમલાની ટીકા તો કરી. પરંતુ સાથે સાથે ઇઝરાયલ સાથે લશ્કરી સહયોગ પણ વધાર્યો હતો.
સૈન્ય તાલીમ સેશન આયોજિત કરવામાં આવ્યા હતા
આ અહેવાલ અમેરિકાના અખબાર અને ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ સાથે સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ અને આરબ સૈન્ય અધિકારીઓના યુએસ સેન્ટ્રલ કમાન્ડની મદદથી મદદથી પ્રાદેશિક ખતરો, ઈરાન અને સુરંગો પર બેઠક અને તાલીમ સેશન આયોજિત કરવામાં આવ્યા હતા.
સહયોગ ત્રણ વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવ્યો
આ સહયોગ ત્રણ વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં બહેરીન, ઇજિપ્ત, જોર્ડન અને કતારમાં હાઈ રેકિંગ અધિકારીઓ વચ્ચે બેઠક આયોજિત કરવામાં આવી હતી. જયારે સપ્ટેમ્બર માસમાં દોહાના ઇઝરાયલના હવાઈ હુમલા બાદ આ સંબધમાં તણાવ પેદા થયો હતો.
ઇઝરાયલની નિંદા અને સહયોગ
જયારે અમેરિકાના અખબારે લખ્યું છે કે, એક તરફ આરબી નેતા ઇઝરાયલની નિંદા કરતા હતા અને બીજી તરફ લશ્કરી સહયોગ મેળવતા હતા.આ ગુપ્ત સહયોગ છતાં આરબી નેતા જાહેરમાં ઇઝરાયલની ટીકા કરતા રહ્યા હતા. જેમાં ઇજિપ્ત,
કતર, સાઉદી અરબ અને જોર્ડનના નેતા ગાઝાના ઇઝરાયલના હુમલાને હત્યાકાંડ ગણાવતા હતા. તેમ છતાં સહયોગ ચાલુ રહ્યો હતો.



