મિસ વર્લ્ડનો તાજ થાઈલેન્ડને ફાળે: ઓપલ સુચાતાએ થાઈલેન્ડ માટે જીત્યો પ્રથમ મિસ વર્લ્ડ ખિતાબ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

મિસ વર્લ્ડનો તાજ થાઈલેન્ડને ફાળે: ઓપલ સુચાતાએ થાઈલેન્ડ માટે જીત્યો પ્રથમ મિસ વર્લ્ડ ખિતાબ

બેંગકોક: થાઈલેન્ડની ઓપલ સુચાતાએ 72મો મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. શનિવારે 2024ની મિસ વર્લ્ડ ક્રિસ્ટીના પિસ્ઝકોવાએ તેમને તાજ પહેરાવ્યો હતો. આ ઐતિહાસિક જીત સાથે થાઈલેન્ડને પહેલીવાર મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો છે. ઓપલ સુચાતા ઇન્ટરનેશનલ રિલેશન્સની વિદ્યાર્થીની હોવા ઉપરાંત એક મોડેલ પણ છે. ફિનાલેમાં તેમણે એક ભવ્ય ગાઉન પહેર્યો હતો, જેણે તેમની સુંદરતા અને આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.

Miss World crown goes to Thailand: Opal Suchata wins first Miss World title for Thailand

બીજી તરફ, ભારતની પ્રતિનિધિ નંદિની ગુપ્તા 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ટોપ 8માં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી હતી અને શનિવારે જ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. જો ગુપ્તા આ સ્પર્ધા જીતતી, તો તે મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી ભારતની સાતમી હસ્તી બની હોત.

https://twitter.com/i/status/1928851505034965392

ઉલ્લેખનીય છે કે, ભારતે અગાઉ 6 વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. સૌપ્રથમ રીટા ફારિયાએ 1966માં આ ખિતાબ જીતીને પહેલી એશિયન મિસ વર્લ્ડ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ ઐશ્વર્યા રાયએ 1994માં, ડાયના હેડનએ 1997માં, યુક્તા મુખીએ 1999માં અને પ્રિયંકા ચોપરાએ 2000માં આ તાજ પહેર્યો હતો. છેલ્લે માનુષી છિલ્લરના શિરે 2017માં આ તાજ શોભાયમાન થયો હતો.

આપણ વાંચો:  દુબઈમાં આયોજિત કાર્યક્રમમાં પાકિસ્તાની ક્રિકેટરોના સન્માનને લઈ વિવાદ, આયોજકોએ આપી સ્પષ્ટતા

Back to top button