દક્ષિણ કોરિયાના 20થી પણ વધારે જંગલોમાં લાગી ભયાનક આગ, બે અગ્નિશામકના મોત

દક્ષિણ કોરિયા: જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. પહેલા અમેરિકાના જંગલોમાં આગ લાગી હતી. અત્યારે દક્ષિણ કોરિયાના જંગલોમાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કોરિયાના 20થી પણ વધારે જંગલોમાં આગ લાગી છે. જંગલોમાં લાગેલી આગને કાબુમાં લેવા ગયેલા બે અગ્નિશામકોના મોત પણ થયાં છે. અત્યારે આગના કારણે દક્ષિણ-પૂર્વ કોરિયન દ્વીપકલ્પમાં પરિસ્થિતિ વધારે ગંભીર બની છે, કારણ કે, આગની લપેટો સતત આગળ વધી રહી છે.
20 જંગલ અત્યારે આગની જ્વાળાઓમાં લપેટમાં આવ્યાં
દક્ષિણ કોરિયાના જંગલો આગની લપેટમાં હોવાનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો જોતા આગની સ્થિતિ ખૂબ જ ભયાનક લાગી રહી છે. દક્ષિણ કોરિયાના 20 જંગલ અત્યારે આગની જ્વાળાઓથી ઘેરાયેલા છે. આગને કાબુમાં લેવાની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે, આમાં બે અગ્નિશામકોના મોત પણ થયાં છે.
200 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થાળાંતર કરવામાં આવ્યું
જંગલોમાં લાગેલી આગ શુક્રવારે દક્ષિણ કોરિયાના ગ્યોંગસાંગ પ્રાંતમાં શરૂ થઈ હતી. માત્ર એક જ દિવસમાં એટલે કે શનિવાર બપોર સુધીમાં આગ 275 હેક્ટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતી વખતે બે ફાયર ફાઇટરોએ જીવ ગુમાવ્યો હોવાનું પણ મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે. જંગલોમાં આગેલી આગ બાબતે વિગતો આપતા અધિકારીએ જણાવ્યું કે, 200 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જો કે, હજી આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવી નથી.
આ પણ વાંચો…ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતન્યાહૂની સામે રોષ ફાટી નીકળ્યો; હજારો લોકો વિરોધ પ્રદર્શનામાં જોડાયા…
ભારે ધુમાડો અને ભારે પવનને કારણે આગ વધુ ફેલાઈ
દક્ષિણ કોરિયાના અનેક જંગલોને આગે પોતાની લપેટમાં લીધા છે. જેથી જંગલની આસપાસ પહેલા લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. આગના કારણે અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. આગ કાબુમાં લેવાના પ્રયાસોમાં રોકાયેલા અગ્નિશામકો અને રાહત કર્મીઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, ભારે ધુમાડો અને ભારે પવનને કારણે આગ વધુ ફેલાઈ રહી છે, જેના કારણે અગ્નિશામક દળો માટે આગ પર કાબુ મેળવવો અત્યંત મુશ્કેલ બન્યો છે.