અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરની શરુઆત, ટ્રમ્પે વધુ 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરની શરુઆત, ટ્રમ્પે વધુ 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી

વોશિંગ્ટન : અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફ વોરની શરુઆત કરી છે. જેમાં આ વખતે ચીને અમેરિકી ઉદ્યોગને જરૂરી ખનીજની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ ચીન પર લગાવવામાં આવેલા ટેરિફ ઉપરાંત લગાવવામાં આવશે. તેમજ તેનો અમલ 1 નવેમ્બરના રોજથી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ સોફ્ટવેર નિકાસ પર પણ પ્રતિબંધ મુકશે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ચીન વધુ કઠોર નિર્ણય કરશે તો તેની પર એક નવેમ્બરથી 100 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત અમેરિકા 1 નવેમ્બરથી મહત્વપૂર્ણ સોફ્ટવેર નિકાસ પર પણ પ્રતિબંધ મુકશે. જો કે, વિશ્વની આ બે મોટા અર્થતંત્ર વચ્ચેની ટ્રેડ વોરના લીધે બે દેશોના સબંધો બગડવાની શક્યતા વધી રહી છે.

કંઝ્યુમર ઈલેક્ટ્રોનિકસથી લઈને ઈવી સુધીના તમામ સેક્ટરને અસર

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું છે કે ચીન આક્રમક વેપાર નીતિ અપનાવી રહ્યું છે. તેથી અમેરિકા પણ ચીનને તેની ભાષામાં જવાબ આપશે. આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવના કારણે કેટલાંક સેક્ટરો પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. ટ્રમ્પે મહત્વપૂર્ણ સોફ્ટવેર એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકવાની ધમકી આપી છે. જેના લીધે કંઝ્યુમર ઈલેક્ટ્રોનિકસથી લઈને ઈવી સુધીના તમામ સેક્ટરને નુકસાન થઈ શકે છે. જે પહેલેથી જ ભારે ટેરિફનો સામનો કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયાના પ્રવાસે જશે

આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેમને એશિયાના દેશોની આગામી યાત્રા દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાનું કોઈ કારણ દેખાતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયાના પ્રવાસે જવાના છે.

આ પણ વાંચો…અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર સમાપ્ત, ટેરિફ ઘટાડવા બંને દેશો સંમત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button