ઇન્ટરનેશનલ

આ કારણસર ઈટલીના પીએમ પતિને આપ્યા તલાક

રોમઃ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંબંધ પતિ-પત્નીના માનવામાં આવે છે, પરંતુ તેમની જિંદગીમાં ગમે ત્યારે ભંગાણ પડે એની કોઈએ કલ્પના કરી નથી. તાજેતરમાં ઈટલીનાં વડા પ્રધાને વ્યક્તિગત કારણસર આખરે દસ વર્ષના અંતે લગ્નજીવન પર કાતર ચલાવી દીધી હતી.

ઇટલીનાં બ્યુટિફુલ વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ ટેલિવિઝન પત્રકાર આન્દ્રે ગિયામ્બ્રુનોથી અલગ થવાની જાહેરાત કરી હતી, જે તાજેતરમાં પ્રસારણ પર લૈંગિક ટિપ્પણીઓ કરવા માટે ગુસ્સે થઈ હતી. મેલોનીએ એક્સ પર અલગ થવાના નિર્ણયની જાણ કરતા લખ્યું હતું કે આન્દ્રે ગિયામ્બ્રુનો સાથેનો મારો સંબંધ, જે લગભગ ૧૦ વર્ષ સુધી ચાલ્યા હતા. તે અહીં સમાપ્ત થાય છે. અમારા રસ્તાઓ થોડા સમય માટે અલગ થઈ ગયા છે, અને તેને સ્વીકારવાનો સમય આવી ગયો છે.

ગિયામ્બ્રુનો અને મેલોનીના લગ્ન થયા ન હતા અને તેઓ લગભગ ૧૦ વર્ષથી રિલેશનશિપમાં હતા. દંપતીને સાત વર્ષની પુત્રી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર એમએફઈ મીડિયા જૂથનો એક ભાગ, મીડિયાસેટ પરપોતાના શોનું આયોજન કરનાર ગિયામ્બ્રુનો તાજેતરમાં જ્યારે કાર્યક્રમના તેના ઑફ-એર અવતરણોમાં મહિલા સાથીદાર તરફ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો અને તેની તરફ અયોગ્ય રીતે આગળ વધતો જોવાય બાદ તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી.


ઓગસ્ટમાં ટીવી જર્નાલિસ્ટની ગેંગ રેપના કેસમાં પીડિતાને દોષી ઠેરવતી ટિપ્પણીઓ માટે વ્યાપકપણે ટીકા થઇ હતી જેમાં તેને કહ્યું હતું કે સ્ત્રીઓ વધુ નશો ન કરે તો બળાત્કાર ટાળી શકે છે. મેલોની ૨૦૧૫ માં ગિયામ્બ્રુનોને મળી હતી જ્યારે તે એક ટીવી શો માટે લેખક તરીકે કામ કરી રહ્યો હતો જેમાં મેલોની દેખાઈ હતી. જોકે, મેલોનીએ આ ઘટના પછી કહ્યું હતું કે તેના જીવનસાથી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ માટે તેનો ન્યાય તોળાવો ન જોઈએ અને ભવિષ્યમાં પોતે તેના વર્તન વિશેના પ્રશ્નોના જવાબ આપશે નહીં.


તમારી જાણ ખાતર જણાવી દીએ કે પીએમ જ્યોર્જિયા મેલોની અને પતિ આન્દ્રે જી-ટવેન્ટી સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. પીએમ મોદી અને મેલોની વચ્ચે ભારત અને ઈટલી વચ્ચેના ઔદ્યોગિક અને વેપારી સંબંધો અંગે વિશેષ સમજૂતી-કરાર કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત