મીડિયામાં સજીવોના ફોટો પ્રકાશિત કરવા ઇસ્લામની વિરુદ્ધ! અફઘાનિસ્તાનમાં Talibanની ફરમાન
કંધાર: અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબા(Taliban)ને સત્તા સાંભળ્યા બાદ, નાગરીક સ્વતંત્રતા પર કાપ મુકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં તાલીબાન સરકારે મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એવામાં હવે અફઘાનિસ્તાનની મોરલ મીનીસ્ટ્રીએ ન્યુઝ મીડિયામાં તમામ સજીવોના ફોટો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકતા કાયદાને અમલમાં મૂકવાનું વચન આપ્યું હતું, આ નિયમ ધીમે ધીમે લાગુ કરવામાં આવશે.
2021 માં સત્તામાં આવ્યા બાદથી તાલિબાન સરકારે ઇસ્લામિક કાયદાના કડક અમલની જાહેરાત કરી હતી.
મંત્રાલયના પ્રવક્તા સૈફુલ ઇસ્લામ ખૈબરે એક મીડિયા સંસ્થાને કહ્યું કે “કાયદો આખા અફઘાનિસ્તાનમાં લાગુ થશે, તેને ધીમે ધીમે લાગુ કરવામાં આવશે, અધિકારીઓ લોકોને સમજાવવા માટે કામ કરશે કે સજીવોના ફોટો છાપવાએ ઇસ્લામિક કાયદાની વિરુદ્ધ છે.”
તેમણે કહ્યું, “કાયદાના અમલીકરણમાં બળજબરીનું કોઈ સ્થાન નથી, આ માત્ર સલાહ છે, અને લોકોને ખાતરી આપીએ છીએ કે આ વસ્તુઓ ખરેખર શરિયા (કાયદા) ની વિરુદ્ધ છે અને ટાળવી જોઈએ.”
નવા કાયદામાં ન્યુઝ મીડિયા માટે કેટલાક નિયમોની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમાં તમામ સજીવોના ફોટો પ્રકશિત કરવા પર પ્રતિબંધનો ઉલ્લેખ છે. ઇસ્લામ ધર્મની મજાક કે અપમાન ન કરવા અથવા ઇસ્લામિક કાયદાનો વિરોધા ન કરવા આદેશ આપવામાં આવ્યો છે. તાલિબાન અધિકારીઓ લોકોની સોશિયલ મીડિયા પર પોસ્ટને સેન્સર કરવાનું ચાલુ રાખશે.
કંદહારના પત્રકારોએ જણાવ્યું હતું કે તેઓને મંત્રાલય તરફથી કોઈ નિવેદન મળ્યું નથી અથવા મોરલ પોલીસ દ્વારા ફોટા અને વિડિયો લેવા માટે અટકાવવામાં આવ્યા નથી.