ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Indonesia Earthquake: ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતા નોંધાઈ

જાકાર્તા: ઈન્ડોનેશિયામાં ગઈ કાલે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્ર તલાઉદ ટાપુ પર હતું.

નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ મોડી રાત્રે 02 કલાક 18 મિનિટ 47 સેકન્ડ પર આવ્યો હતો. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 80 કિલોમીટર ઊંડે હતું.


નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. જાપાનમાં જ દિવસમાં 150 થી વધુ આંચકા અનુભવાયા હતા. આમાંના ઘણા આંચકાની તીવ્રતા 6.0 કરતાં વધુ હતી. 90 મિનિટમાં 4.0 કે તેથી વધુ તીવ્રતાના 21 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એક ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી. આ ભૂકંપ બાદ જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. બીજા જ દિવસે મ્યાનમાર અને ભારતના લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચક અનુભવાયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress