ઇન્ટરનેશનલ

તાઈવાનના તાઈપેમાં મેટ્રો સ્ટેશન બહાર સ્મોક બોમ્બ ફેંકાયો, ચાકુ વડે હુમલાથી ત્રણના મોત

તાઈપે : તાઈવાનની રાજધાની તાઈપેમાં મેટ્રો સ્ટેશનની બહાર એક વ્યક્તિએ સ્મોક બોમ્બ ફેંકયો હતો. તેમજ અનેક લોકો પર ધારદાર ચાકુ વડે હુમલા કર્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. તેમજ તેની બાદ આ હુમલાખોરે કુદીને આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ આ વ્યક્તિ ક્રિમીનલ રેકોર્ડ ઘરાવે છે.

મેટ્રો સ્ટેશનની બહાર રોડની બંને તરફ સ્મોક બોંબ ફેક્યા

આ ઘટનાની અંગે મળતી માહિતી એક વ્યક્તિએ તાઈપે મેટ્રો સ્ટેશનની બહાર રોડની બંને તરફ સ્મોક બોંબ ફેક્યા હતા. જેના લીધે નાસભાગ મચી હતી. તેમજ તેની બાદ આ વ્યક્તિએ ધારદાર ચાકુ વડે લોકો પર હુમલા કરવાનું શરુ કર્યું હતું. જેથી લોકો બુમો પાડતા પાડતા દોડવા લાગ્યા હતા. આ હુમલાખોરે મોટાભાગે લોકોના ગળા પર જ ચાકુના ઘા કર્યા હતા.

ત્રણ લોકોના મોત નવ ઘાયલ

જેના લીધે ત્રણ લોકોના મોત થયા છે તેમજ નવ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, તેની બાદ હુમલાખોર પકડવા માટે પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે, તે એક ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં ઘુસી ગયો હતો. તેમજ પોલીસથી બચવા માટે તે છઠ્ઠા માળેથી કુદી ગયો હતો. જેના લીધે તેનું સ્થળ પર મૃત્યુ થયું હતું.

વ્યકિતનું નામ ચાંગ વેન

જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વ્યકિતનું નામ ચાંગ વેન હતું. તેની ઉંમર 27 વર્ષની છે. તેમજ તેનો ક્રિમીનલ રેકોર્ડ પણ છે. પોલીસે આ હુમલો કેમ કરવામાં આવ્યો તેની તપાસ પણ શરુ કરી છે.

આ પણ વાંચો…યુએસમાં ભયાનક વિમાન દુર્ઘટના: દિગ્ગજ કાર રેસરનું પરિવાર સાથે મોત, જુઓ વિડીયો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button