Taiwan earthquake: તાઈવાનમાં ફરી ભૂકંપ, એક જ રાતમાં 80 આંચકાથી ધરતી ધણધણી ઉઠી
તાઈપેઈન: સોમવારે મોડી રાત્રે તાઈવાનની ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકાને કારણે ધરતી ધણધણી ઉઠી હતી, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 આંકવામાં આવી હતી. ગઈ કાલે રાતે ભૂકંપના 80 આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે જાનહાનીના કોઈ અહેવાલ નથી. 20 દિવસ પહેલા પણ તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, તાઇવાનના પૂર્વ કિનારે સોમવારની રાતથી મંગળવારની વહેલી સવાર સુધી 80 થી વધુ ભૂકંપ આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ તીવ્રતાનો આંચકો 6.3નો હતો. ભૂકંપના કારણે કેટલીક ઈમારતોને નુકશાન પહોંચ્યું હતું.
અહેવાલો મુજબ રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્ર હુઆલીનના ગ્રામીણ વિસ્તાર ઈસ્ટર્ન કાઉન્ટીમાં હતું. ગઈ કાલે સાંજે પણ પૂર્વી તાઈવાનમાં હુઆલીન કાઉન્ટીના શોફેંગ ટાઉનશીપમાં 9 મિનિટની અંદર પાંચ ભૂકંપ અનુભવાયા હતા. અહીં 3 એપ્રિલે પણ 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદથી તાઈવાનમાં ભૂકંપના સેંકડો આંચકા આવી ચૂક્યા છે.