2 દિવસમાં 1,000 થી વધુ લોકોની હત્યા, શા માટે આ મુસ્લિમ રાષ્ટ્રમાં શરૂ થઈ કત્લેઆમ?

Syria Violence: સીરિયામાં હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. છેલ્લા બે દિવસોમાં સુરક્ષા દળો અને બશર-અલ-અસરના સમર્થકો વચ્ચે થયેલી હિંસામાં 1,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જેને છેલ્લા 14 વર્ષની સૌથી મોટી હિંસા માનવામાં આવે છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે, મૃતકોમાં 745 નાગરિક સામેલ છે. જેમાંથી મોટાભાગનાને નજીકથી મારવામાં આવ્યા છે. આ ઉપરાંત 125 સુરક્ષાકર્મી અને અસદ સાથે જોડાયેલા 148 આતંકવાદી સામેલ છે.
Also read : Donald Trump નો ઈરાનના સર્વોચ્ચ નેતાને પત્ર, કહ્યું પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી ના આપી શકાય…
ઓબ્ઝર્વેટરી અનુસાર સુરક્ષાદળોએ ગુરુવારે જબલેબ પાસે એક વ્યક્તિની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અશર અસદના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. જે બાદ આ લડાઈ શરૂ થઈ હતી. લતાકિયાના મોટાભાગના વિસ્તારમાં વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
જેનો બદલો લેવા શુક્રવારથી હુમલા વધારવામાં આવ્યા હતા. સરકાર પ્રત્યે વફાદાર સુન્ની મુસ્લિમોએ અસરના લઘુમતી સંપ્રદાય અલાવીને નિશાન બનાવ્યું. આ હિંસા તહરીર અલ-શામ માટે પણ મોટો પડકાર છે. આ ગ્રુપે અસદને ઉખાડી ફેંકવામાં મદદ કરી હતી.
સ્થાનિકોના કહેવા મુજબ, સડકો પર ચારેબાજુ લાશો પડી હતી. બંદૂકધારી 100 મીટરથી પણ ઓછા અંતરે રહીને ઘર તથા લોકો પર ગોળીબાર કરતા હતા. હુમલાખોરોએ લોકોની હત્યા કરતા પહેલાં તેમના સંપ્રદાયની પુષ્ટિ કરવા માટે ઓળખપત્રોની ચકાસણી કરી હતી.
ફ્રાંસ દ્વારા હુમલાની નિંદા કરવામાં આવી હતી. ફ્રાંસના વિદેશ મંત્રાલયે કહ્યું, પેરિસ ધાર્મિકતાના આધારે નાગરિકો પર કરવામાં અત્યાચારોની કડક શબ્દોમાં નિંદા કરે છે. આ દરમિયાન હજારો અલાવી ભાગી ગયા છે. જેમાંથી અનેક રશિયાની હમીમિમ એરબઝમાં આશ્રય લીધો છે. લેબનાનના હૈદર નાસરે કહ્યું કે, દેશ પ્રત્યે વફાદાર સીરિયન નાગરિકોની આંતરરાષ્ટ્રીય સમુદાયે રક્ષા કરવી જોઈએ.
Also read : ‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાન છે બીજા નંબરે તો પહેલા ક્રમે ક્યો દેશ છે?
ઓબ્ઝર્વેટરીએ તેમના 2021ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, બશર અલ-અસરના શાસનમાં એક લાખથી વધુ લોકોને સીરિયાની જેલોમાં મારી નાંખવામાં આવ્યા હતા. તેમાંથી 30 હજાર લોકો સૈદનાયા જેલમાં માર્યા ગયા હતા.