370 કલમ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ, આપ્યું આ નિવેદન
ઇસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યોગ્ય અને સંવિધાન સમ્મત ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું છે કે અનુચ્છેદ 370 એક અસ્થાયી જોગવાઈ હતી અને કેન્દ્ર સરકારે જે પણ નિર્ણય લીધો હતો એ સંવિધાનના દાયરામાં લઈને લીધેલો નિર્ણય હતો. આ સાથે જ કોર્ટે ચૂંટણી પંચને પણ સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવાનો આદેશ પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં આ ચૂકાદા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયને કંઈ સૂઝી નથી રહ્યું અને વિદેશ મંત્રાલય દ્વારા આ એવું નિવેદન આપી શકે છે, પણ હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલય સોમવારે સાંજે આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપી શકે છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવની ઉપરવટ જઈને ફેંસલો આપીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. શાહબાઝે એવું પણ જણાવ્યું હતું કે કોર્ટે લાખો કાશ્મીરીઓના બલિદાનને ધોખો આપ્યો છે અને આ ફેંસલાને ન્યાયની હત્યાને માન્યતા આપવાની જેમ જોવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાંથી અનુકહેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારતનો વિરોધ કર્યો હતો. અનેક આંતરરાષ્ટ્રીય મંચ પર પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભારતે G-20ની કેટલીક બેઠકો કાશ્મીરમાં કરી હતી અને પાકિસ્તાને આની સામે ઝેર ઓક્યું હતું.