ત્રણ મિનિટ પહેલા શું થયું, મોકૂફ રહ્યું Sunita Williams નું ત્રીજું અંતરિક્ષ મિશન
નવી દિલ્હી : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની(Sunita Williams) ત્રીજી અવકાશ યાત્રા(Space Journey) અંતિમ તબક્કામાં શનિવારે મોકૂફ રાખવી પડી હતી. તેની પાછળ ટેકનિકલ ખામી હોવાનું કહેવાય છે. છેલ્લી ઘડીએ યાત્રા રોકવી પડી હોય તેવી આ બીજી ઘટના છે. 7 મેના રોજ પણ સુનીતા વિલિયમ્સનું અવકાશયાન રવાના થવાનું હતું ત્યારે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
50 સેકન્ડ પહેલા કાઉન્ટડાઉન બંધ કરવામાં આવ્યું
સુનીતા વિલિયમ્સ સાથી અવકાશયાત્રી બેરી બૂચ વિલ્મોર સાથે નાસાના બોઈંગ સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં ઉડવા જઈ રહયા હતા . ત્યારે પ્રવાસની શરૂઆતના ત્રણ મિનિટ અને 50 સેકન્ડ પહેલા કાઉન્ટડાઉન બંધ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટરે કાઉન્ટ ડાઉન કેમ અટકાવી તે હજુ સ્પષ્ટ નથી.
બંને અવકાશયાત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત
બંને અવકાશયાત્રીઓ ફ્લોરિડાથી એટલાસ વી રોકેટ દ્વારા મુસાફરી કરવા જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ બંને અવકાશયાત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હવે નાસાનું કહેવું છે કે આગામી 24 કલાકમાં અવકાશ યાત્રા શરૂ થશે. જો કે સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ગ્રાઉન્ડ લોન્ચિંગ સિક્વન્સરમાં ટેકનિકલ ખામી
મળતી માહિતી મુજબ, ગ્રાઉન્ડ લોન્ચિંગ સિક્વન્સરમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ એક એવું કમ્પ્યુટર છે જે રોકેટ વિશે માહિતી રાખે છે. આ પછી, બંને અવકાશયાત્રીઓ કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા અને ક્રૂ ક્વાર્ટરમાં ગયા.
અવકાશયાનમાં હિલિયમ લીકની સમસ્યા પણ જોવા મળી
અગાઉ 7 મેના રોજ પણ આવી જ ઘટના બની હતી. આ પછી, નાસાએ કહ્યું હતું કે એટલાસ વી રોકેટમાં ઓક્સિજન રિલિફ વાલ્વમાં સમસ્યાને કારણે ફ્લાઇટને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારથી ટીમ આ વાલ્વ રિપેર કરવામાં વ્યસ્ત હતી. અવકાશયાનમાં હિલિયમ લીકની સમસ્યા પણ જોવા મળી હતી.
22 જૂન 2007 ના રોજ અવકાશની યાત્રા કરી
સુનીતા વિલિયમ્સની આ ત્રીજી અવકાશ યાત્રા હશે. તેણે અત્યાર સુધીમાં 322 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે. અંતરિક્ષમાં સૌથી વધુ દિવસો વિતાવનાર મહિલાનો આ રેકોર્ડ છે. પ્રથમ વખત સુનિતા વિલિયમ્સને 9 ડિસેમ્બર 2006ના રોજ અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી તેમણે 22 જૂન 2007 ના રોજ અવકાશની યાત્રા કરી અને આ દરમિયાન તે ચાર વખત સ્પેસવોક પર ગયા હતા.
સ્ટારલાઇનર કેપ્સ્યુલ ડિઝાઇન કરવામાં પણ મદદ કરી
સુનીતા વિલિયમ્સ 59 વર્ષના છે. તેમણે સ્ટારલાઇનર કેપ્સ્યુલ ડિઝાઇન કરવામાં પણ મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે તેમના માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવું એ એવું છે કે તે ઘરે પરત ફરી રહી છે. સુનીતા વિલિયમ્સની આ યાત્રા ભારતીય સમય અનુસાર રાત્રે 10 વાગ્યે જોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી શરૂ થવાની હતી.
Also Read –