પૃથ્વી પર પરત ફર્યા બાદ સુનિતા વિલિયમ્સને ચાલવામાં તકલીફ પડશે; ગંભીર રોગો થવાનું પણ જોખમ…

ન્યુ યોર્ક: નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં રહેલા આવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરવાના છે. નાસા અને સ્પેસએક્સ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરાયેલું ક્રૂ-10 મિશન ISS પહોંચી ચુક્યું છે.
Also read : ISROએ વધુ એક ઝળહળતી સિદ્ધિ મેળવી; SPADEX મિશનનું અનડોકિંગ સફળ, જાણો શું છે મિશન
ડોકીંગ પછી, ક્રૂ-10 અવકાશયાત્રીઓ તેમના સ્પેસસુટ સાથે બહાર નીકળશે અને કાર્ગો ઉતારવાની તૈયારી કરશે. આ પછી હેચ ખોલવાની પ્રક્રિયા શરૂ થશે. આ પછી ક્રૂ-9 તરફથી વિદાય ભાષણ આપવામાં આવશે.
નવ મહિના બાદ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર પગ મુકાશે. પરંતુ પૃથ્વી પરત ફર્યા બાદ તેમના શરૂઆતના કેટલાક દિવસો મુશ્કેલી ભર્યા રહેશે, અવકાશમાં લાંબા સમય રહેવાને કારણે તેમના શરીરમાં નોંધપાત્ર ફેરફારો થયા હશે.
ચાલવામાં તકલીફ:
નાસાના એક અવકાશયાત્રીએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા ફર્યા પછી ચાલવામાં તકલીફ પડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી અવકાશ યાત્રા કર્યા પછી અવકાશયાત્રીઓને “બેબી ફીટ”નો અનુભવ થાય છે. વેઇટલેસનેસ કારણે પગના તળિયાની જાડી ચામડી કોમળ થઇ જાય છે.
હાડકા અને સ્નાયુંને અસર:
નાસાના જણાવ્યા મુજબ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો શરીર પર પ્રભાવ ન પડવાને કારણે અવકાશયાત્રીઓને હાડકાની ડેન્સીટી અને મસલ એટ્રોફીમાં ઘટાડો થાય છે. જો કસરત અને રીહેબિલીટેશન દ્વારા તેને ઠીક કરવામાં ન આવે તો ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
અવકાશમાં, હાડકાંની પેશીઓ પોતાને રીશેપ(reshape) કરે છે અને હાડકાની નવી પેશીઓ બનાવતા કોષો ધીમા પડી જાય છે, જ્યારે હાડકાની જૂની પેશીઓને તોડનારા કોષોની ગતિએ કામ કરતા રહે છે. અવકાશમાં દર મહિને, અવકાશયાત્રીના હાડકાંની ડેન્સીટી એક ટકા ઘટે છે, જેના કારણે હાડકા નબળા અને વધુ બરડ બને છે. અવકાશમાં 9 મહિના રહ્યા પછી, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ગંભીર સમસ્યા થઇ શકે છે.
હૃદય અને મગજને અસર:
અવકાશમાં લાંબા સમય સુધી રહેવાથી હૃદય, મગજ અને રુધિરાભિસરણ તંત્ર પણ અસર થાય છે. મગજમાં પ્રવાહીનું પ્રમાણ વધવાથી સાંભળવાની શક્તિમાં ઘટાડો, દ્રષ્ટિમાં ઘટાડો અને એસેરેબ્રલ એડીમા (cerebral edema) થઈ શકે છે. નાસાના મતે, મગજ પર દબાણ વધવાથી સ્પેસફ્લાઇટ એસોસિએટેડ ન્યુરો-ઓક્યુલર સિન્ડ્રોમ (SANS) તરીકે ઓળખાતો ડીસઓર્ડર થાય છે.
અવકાશમાં હૃદય અંડાકાર આકાર(Oval Shape)થી ગોળાકાર થઇ જાય છે, અને મસલ એટ્રોફીને કારણે રક્તવાહિનીઓ સંકુચિત થાય છે, જે રુધિરાભિસરણ તંત્રને નુકસાન પહોંચાડે છે. પૃથ્વી પર પાછા ફર્યા પછી, લોહીનું પ્રમાણ ઘટવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે, અને ચક્કર, ઉબકા અને બેભાન થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Also read : ISROએ શાનદાર સદી ફટકારી; GSLV-F15 લોન્ચ કરી રચ્યો ઈતિહાસ
કેન્સર થવાનું જોખમ:
લાંબા સમય સુધી સ્પેસ રેડીએશનના સંપર્કમાં રહેવાથી અશયાત્રીઓને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે તેમને કેન્સર, ડિજનરેટિવ રોગો અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની સમસ્યાઓનું જોખમ ઉભું થઇ શકે છે.