ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Sunita Williams: સ્પેસ સ્ટેશનમાં ‘Spacebug’ ની હાજરી જાણવા મળી, સુનિતા વિલિયમ્સ અને ક્રૂ મુશ્કેલીમાં

ભારતીય મૂળની અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અને અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે બોઇંગ કંપનીના સ્ટારલાઈનર(Starliner) અવકાશયાન મારફતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પહોંચ્યા હતા. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ‘સ્પેસ બગ'(Spacebug)ની હાજરીની જાણ થઇ છે. જેને કારણે સુનીતા વિલિયમ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સ પર જોખમ ઉભું થયું છે. અવકાશ યાત્રીઓના શ્વસનતંત્રને ચેપ લાગી શકે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ISS પર મળેલા આ મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા ‘એન્ટરોબેક્ટર બ્યુગાન્ડેન્સિસ’ (Enterobacter bugandensis) તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયા ઈલોલ્વ પણ થયા છે અને બંધ વાતાવરણમાં વધુ ખતરનાક બનાયા છે. સામાન્ય રીતે ‘સુપરબગ’ તરીકે ઓળખાય છે, તે મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા છે જે માનવ શ્વસનતંત્રને ચેપ લગાડે છે.

અહેવાલ મુજબ આ બહારની દુનિયાના બેક્ટેરિયા નથી પરંતુ જે પૃથ્વી પરથી પ્રવાસીઓ સાથે ISS પહોંચ્યા છે અને હવે બંધ વાતાવરણમાં વધુ ખતરનાક બની ગયા છે. ISS ના માઇક્રોગ્રેવિટી વાતાવરણ અને ક્લોઝ લૂપ સિસ્ટમ બેક્ટેરિયાને વિકસિત થવા અને વધુ શક્તિશાળી બનવા મદદરૂપ થઇ છે.

સુનિતા વિલિયમ્સે 5 જૂને સ્ટારલાઇનર સ્પેસશીપમાં ઉડાન ભરી હતી અને 25 કલાકની મુસાફરી પછી 6 જૂને તેને ISSમાં પ્રવેશ કર્યો હતો. સુનીતા વિલિયમ્સની આ અવકાશની ત્રીજી સફર છે. નવા બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનનું પરીક્ષણ કરનાર તે પ્રથમ મહિલા બની છે. આ મિશન શરૂઆતમાં 10 દિવસ માટે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ નાસાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે વિલિયમ્સ અને તેના ક્રૂ સભ્યો 18 જૂન પહેલા પૃથ્વી પર પાછા નહીં ફરે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button