મૂંગા પ્રાણી સાથે આવી ક્રુરતા! મહિલાએ શ્વાનને બાથરૂમમાં ડૂબાડીને મારી નાખ્યો, કારણ જાણીને ચોંકી જશો

ઓર્લાન્ડો: અમેરિકાના ફ્લોરિડામાં મૂંગા પ્રાણી પર ક્રુરતાની એક જઘન્ય ઘટના બની હતી. એક મહિલાએ પોતાના શ્વાનની એરપોર્ટ પર હત્યા (Women killed a dog) કરી હતી. મહિલાએ શ્વાનને એરપોર્ટના વોશરૂમમાં લઇ જઈને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો. આ કૃત્ય પાછળનું કારણ માત્ર એટલું હતું કે મહિલાને તેના શ્વાન સાથે સાથે ફ્લાઇટમાં મુસાફરી કરવાની મંજુરી મળી ન હતી.
અહેવાલ મુજબ એલિસન લોરેન્સ નામની મહિલા 16 ડિસેમ્બરના રોજ તેના શ્વાન ટાયવિન સાથે કોલંબિયા જવા માટે ફ્લોરીડાના ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. જોકે, તેને કહેવામાં આવ્યું હતું કે તેના ડોકયુમેન્ટમાં ખામી છે અને તેને સાથે પાલતુ પ્રાણીને લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
થોડા સમય પછી, એરપોર્ટ સ્ટાફને મહિલા બાથરૂમમાંથી એકમાં શ્વાનની મૃતદેહ મળ્યો. અહેવાલ મુજબ, એનિમલ સર્વિસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. એનિમલ સર્વિસની ટીમે પુષ્ટિ કરી કે શ્વાનનું મોત પાણીમાં ડૂબવાને કારણે થયું હતું.
ટ્રાવેલ પરમીટન મળતા મહિલાએ શ્વાનને મારી નાખવાનું વિચાર્યું અને તેને બાથરૂમમાં લઈ ગઈ અને તેને ડૂબાડીને મારી નાખ્યો. મહિલાએ શ્વાનના મૃતદેહને કચરાપેટીમાં ફેંકી દીધો અને તેની ફ્લાઇટ પકડી અને તેના ગંતવ્ય સ્થાને પહોંચી ગઈ. એક સફાઈ કર્મચારીએ કચરાપેટીમાં એક મૃત શ્વાન જોયો. કૂતરાના ગળામાં લગાવેલા ટેગ પર મહિલાનું નામ અને નંબર લખેલો હતો.
આ પણ વાંચો…દક્ષિણ કોરિયાના 20થી પણ વધારે જંગલોમાં લાગી ભયાનક આગ, બે અગ્નિશામકના મોત
મહિલાની ધરપકડ:
અહેવાલ અનુસાર, શ્વાનના મૃત્યુની તપાસ ડિસેમ્બરમાં શરૂ થઈ હતી. પ્રાણીઓ પર અત્યાચારના આરોપસર ગત બુધવારે 57 વર્ષીય મહિલાની લેક કાઉન્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં મહિલાને $5,000 ના જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
એરપોર્ટ પર લોરેન્સના તેના શ્વાન સાથેના વાયરલ થયેલા ફૂટેજથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા યુઝર્સ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.